નર્મદા: નર્મદા જિલ્લામાં ગતરોજ સવારથી સતત વરસાદના કારણે મોટાભાગના ગામડાઓ જળબંબાકાર બની ગયાં હતાં. નાંદોદ તાલુકાના લાછરસ ગામમાં સવારથી હદમાં પાણી ભરાઇ ગયું હતું. વરસાદના કારણે ગામના ચાર યુવાનો મોન્ટુ, અંકિત, વિપુલ અને સૌરભ ભાગોળમાં ઉભા હતા.તે સમયે પાણીના ધસમસતા પ્રવાહમાં એક કાર તણાઇને આવતી જોવા મળી હતી.

Decision news ને મળેલી માહિતી મુજબ કારમાં એક મહિલા સવાર હતી. પાણીના પ્રવાહમાં કારને તણાતી જોઇને યુવાનોએ પોતાની જાનની પરવા કર્યા વિના પાણીના પ્રવાહમાં ધસમસતા પ્રવાહમાં ઝંપલાવીને હાથથી કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો.એક તરફ વરસાદ અને બીજી તરફ પાણીનો પ્રવાહ.

આ બંને પરિબળો વચ્ચે ચારેય યુવાનો કારને ધકકો મારી દેસાઇ ફળિયા સુધી લઇ ગયાં હતાં અને ત્યાં કારને ઉભી રાખી હતી અને મહિલાને કારમાંથી સલામત રીતે બહાર કાઢી હતી. કારમાં સવાર મહિલા માંગરોળથી સેગવા જઇ રહી હોવાની વિગતો સામે આવી છે. બાદમાં મહિલાને અન્ય વાહનમાં તેમના ઘરે મોકલવામાં આવ્યાં હતાં.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here