વલસાડ : ભારતના પ્રધાનમંત્રી એક ખૂબ જ મહત્વપૂર્ણ પદ છે, સમગ્ર દેશની જવાબદારી રહેલી છે તેમ છતાં લોકોના મનમાં આ પ્રશ્ન રહે છે કે ભારતના વડા પ્રધાન પર એક દિવસમાં કેટલા પૈસા ખર્ચ થાય છે ? ચાલો તમને તેના વિશે જણાવીએ..
પ્રધાનમંત્રી ખોરાકથી લઈને તેમની સુરક્ષા સુધીની દરેક બાબતનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે. દેશના દરેક રાજ્યની મુલાકાત, દેશના દરેક ખૂણા સુધી હંમેશા પહોંચ,અને ઘણી વખત પ્રધાનમંત્રીને વિદેશની મુલાકાત લેવી પડે છે, જેનો ખર્ચ પણ ભારત સરકાર ભોગવે છે. પીએમ મોદીને SPG સુરક્ષા કવચ મળેલું છે. એટલે કે પ્રધાનમંત્રીની સુરક્ષા માટે 24 SPG કમાન્ડો હંમેશા હાજર રહે છે. 2022-23 ની વાત કરીએ તો, એસપીજીનું બજેટ 385.95 કરોડ રૂપિયા હતું. આ મુજબ, પીએમની સુરક્ષા પાછળ દરરોજ 1. 17 કરોડ રૂપિયા અને કલાકે 4.90 લાખ રૂપિયા ખર્ચ થાય છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આહારની વાત છે, 2015 માં દાખલ કરાયેલ એક RTI માં કહેવામાં આવ્યું હતું કે વડા પ્રધાન મોદી સંતુલિત આહાર લે છે અને તેમના ભોજનનો ખર્ચ પોતે ઉઠાવે છે. પ્રધાનમંત્રીની સુરક્ષા, રહેઠાણ, વિદેશ પ્રવાસ અને અન્ય વસ્તુઓનો ખર્ચ ભારત સરકાર ઉઠાવે છે, જેમાં તેમના ભોજનનો ખર્ચ શામેલ નથી.

