ભરૂચ: ભરૂચ રેલવે સ્ટેશન પર એક વૃદ્ધ નાગરિકને RPF જવાને સૂઝબૂઝથી બચાવી લીધા છે. વૃદ્ધ નાગરિક ચા લેવા માટે ટ્રેનમાંથી નીચે ઉતર્યા હતા. આ દરમિયાન ટ્રેન આગળ વધી ગઈ હતી. વૃદ્ધે ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેમનો પગ લપસી ગયો હતો. તેઓ ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ફસાઈ ગયા હતા.ભરૂચ રેલવે સ્ટેશન પર એક હ્રદયવિદારી ઘટના બની હતી, જ્યાં એક વરિષ્ઠ નાગરિક ચા લેવા ટ્રેનમાંથી ઊતરી પડયા, અને આ તરફ ટ્રેન આગળ વધી ગઈ. ત્યારબાદ જે બન્યું તે જોઈને દરેકે શ્વાસ રોકી દીધો હતો.
વૃદ્ધ ચાલતી ટ્રેનમાં પાછા ચડવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે તેમના પગ લપસી ગયા અને તેઓ ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ફસાઈ ગયા હતા.અચાનક સર્જાયેલી આ ભયજનક સ્થિતિમાં ફરજ પર તૈનાત RPF કોન્સ્ટેબલ પ્રધાનસિંહે તત્કાળ સજાગતા દાખવી અને પોતાનો જીવ જોખમમાં મુકી વૃદ્ધને સુરક્ષિત રીતે બહાર ખેંચી લીધા હતા. આ સમગ્ર ઘટના સ્ટેશન પર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ભરૂચ RPFની ઝડપી કામગીરીના કારણે એક જાનહાની ટળી અને RPF કોન્સ્ટેબલના સાહસ અને ફરજ પરની પ્રતિબદ્ધતાની ચારે તરફ પ્રશંસા થઈ રહી છે.આ ઘટનામાં જો જવાનોએ સમય સૂચકતા ન વાપરી હોય તો મોટી દુર્ઘટના ઘટી ગઇ હોત. આ ઉપરાંત ઘણી વખત લોકો દોડીને ચાલુ ટર્નમાં ચઢવાની કોશિશ કરે છે.અને બાદમાં આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે.આ પહેલી ઘટના નથી ભૂતકાળમાં પણ આવી કેટલીય ઘટનાઓ સામે આવી છે. લોકો આવી ઉતાવળાં ન કરે તે જરૂરી બન્યું છે.

