સુરત: અડાજણ આનંદ મહેલ રોડની એશિયન ફિઝિયોથેરાપી હોસ્પિટલના 16 કર્મચારી અને 2 દર્દીઓને ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યા હતા. ત્યાર બાદ વધુ 15 દર્દી સહિત કુલ 33 વ્યક્તિને હોસ્પિટલમાંથી રેસ્ક્યુ કરાયા હતા.વેડ રોડ વિસ્તારમાં એક વૃદ્ધાને ઉંચકીને પાણીમાંથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.લાલ દરવાજામાં પોલીસ જવાને શાળામાંથી છૂટેલી બાળકીને પીઠ પર બેસાડી રેસ્ક્યુ કર્યું હતું.
Decision news ને મળતી માહિતી મુજબ વરાછાની સર્વોદય બેંકમાંથી 18નું રેસ્ક્યુવરાછા ગરનાળા નજીક 5 ફૂટ પાણી ભરાઈ જતાં સર્વોદય બેંકમાં 18 કર્મચારી ફસાઈ ગયા હતા. પોલીસે ફાયરબ્રિગેડની મદદથી તમામને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડયા હતા, ત્યાર બાદ તેઓ ઘરે પહોંચી શક્યા હતા. મોરાભાગળ વિસ્તારમાં આવેલી ગુરુકૃપા સ્કૂલમાં ભારે વરસાદના કારણે રજા જાહેર કરાતાં ઘણાં બાળકોને ટ્રેક્ટરમાં બેસાડીને લઈ જવાયા હતા. પાણી ભરાયા હોવાથી ઘણા વાલીઓ હેરાન થયા હતા.
સુરત શહેરમાં સ્કૂલ, ક્લાસીસમાં તેમજ સ્કૂલવાનમાં પાણી વચ્ચે ફસાયેલા વિદ્યાર્થીઓ, હોસ્પિટલના દર્દીઓ સહિત 112 વ્યક્તિઓને પોલીસ અને ફાયર બ્રિગેડે કલાકોની જહેમત બાદ રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડયા હતા. બે વિદ્યાર્થિનીઓ બોર્ડની પુરક પરીક્ષા આપવા જતી હતી ત્યારે અખંડ આનંદ કોલેજ પાસે ફસાઈ ગઈ હતી. 100 નંબર પર કોલ કરતાં પોલીસ વાનમાં તેમને બેસાડીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડાઈ હતી. આ જ રીતે અડાજણમાં એલપી સવાણી સર્કલ પાસે ટ્યુશન ક્લાસીસમાં ફસાયેલા 8 વિદ્યાર્થીઓનું પણ રેસ્ક્યુ કરાયું હતું.

