ધરમપુર: વલસાડ જિલ્લાના ધરમપુરમાં એક 11 વર્ષીય બાળકનું વરસાદી પાણી ભરેલા ખાડામાં પડી જવાથી મોત નીપજ્યું છે. મૃતક યશ રમેશભાઈ માહલા તેની બહેન ધ્રુતી સાથે વાલોડ ફળિયા વિસ્તારમાં રમી રહ્યો હતો. ઘટના ગતરોજ સાંજે 4:30થી 5 વાગ્યા વચ્ચે બની હતી. શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલના મુખ્ય પ્રવેશદ્વાર પાસે આવેલી જયંતીભાઈની જમીનમાં વરસાદી પાણી ભરાયેલા ખાડામાં બંને ભાઈ-બહેન રમતા-રમતા પડી ગયા હતા.

Decision news  ને મળતી માહિતી મુજબ સ્થાનિક રહીશોએ અવાજ સાંભળી તરત જ દોડી આવ્યા હતા. તેઓએ ધ્રુતીને સુરક્ષિત બહાર કાઢી હતી. યશની શોધખોળ દરમિયાન તેનો મૃતદેહ પાણીમાં ડૂબેલી હાલતમાં મળ્યો હતો. સ્થાનિકોએ CPR આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યશનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

ધરમપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કબજે લીધો છે. પોલીસે આસપાસના રહેવાસીઓ અને યશની બહેનના નિવેદન નોંધ્યા છે. યશના પિતા રમેશભાઈ માહલા મજૂરી કામ કરે છે અને પરિવાર ડુંગરી ફળિયામાં રહે છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here