ભરૂચ: ભરૂચના નંદેલાવથી સ્ટેશન ઉપર મુખ્ય માર્ગ ઉપર આવેલ સુકુન રેસીડેન્સીમાં ત્રાટકી ચાર દુકાનોના શટર તોડી એક દુકાનમાંથી રોકડા 75 હજાર અને ચાંદીના સિક્કાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ચોમાસું શરૂ થતાં જ ભરૂચમાં ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે.
Decision news ને મળતી માહિતી અનુસાર ગત રોજ રાતે ભરૂચ નંદેલાવ-સ્ટેશન જોડતા મુખ્ય માર્ગ પર આવેલા સુકુન રેસીડેન્સીમાં તસ્કરોએ ત્રાટકીયા હતા. તસ્કરોએ ચાર દુકાનોના શટર તોડ્યા હતા પરંતુ માત્ર મહાદેવ પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં ચોરી કરવામાં સફળ રહ્યા હતા. તસ્કરોએ દુકાનમાંથી રોકડા 75 હજાર અને ચાંદીના સિક્કાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
ચોરી અંગેની જાણ સવારે દુકાનદારને થતા તેઓએ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્ટાફ પર દોડી આવ્યો હતો. અને સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી હતી. સીસીટીવી કેમેરાના ફૂટેજ માં ત્રણ જેટલા તસ્કરો આવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું જણાઇ આવ્યું હતું.

