કપરાડા: કપરાડા વિસ્તારમાં બિયારણ ખરીદવા માટે એગ્રો સેન્ટર પર લાગી લાઈનો ચોમાસાની શરૂઆતની સાથે ગતરોજ સવારથી જ વરસાદ ચાલુ થયો હતો ત્યારે ખેડૂતો ખેતીની તૈયારીના ભાગ રૂપે વાવણી કરવા માટે બિયારણ ખરીદવા વિવિધ એગ્રો સેન્ટર પર ભારે ભીડ જોવા મળી મળી.જોકે કેટલાક બિયારણ સેન્ટરના સંચાલકો વધુ રૂપિયા વસૂલતા હોવાની ફરિયાદ ઉઠી છે.
વાવણી લાયક વરસાદ પડવાની સાથે કપરાડા તાલુકાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતો ખેતીમાં જોતરાવા લાગ્યા છે.ગત વર્ષે ખેડૂતોને અમુક એગ્રો સેન્ટર દ્વારા હલકી ગુણવત્તાવાળું બિયારણ પધરાવી દેવામાં આવ્યું હતું જેના કારણે ખેડૂતોનો પાક બરાબર ઉતર્યો ન હતો અને આર્થિક નુકશાન થયું હતું.
તેવામાં આ વર્ષે ખેડૂતો સાથે કોઈ છેતરપિંડી ન થાય અને સારી ગુણવત્તા ધરાવતું બિયારણ મળે એ માટે તંત્ર ધ્યાન કેન્દ્રીત કરે તે જરૂરી છે.બીજું કે નાનાપોંઢામાં કેટલાક એગ્રો સેન્ટર પર બિયારણના ભાવ વધુ લેવામાં આવી રહ્યો છે જ્યારે એજ બિયારણની ભાવ બીજા એગ્રો પર પૂછતાં 20 થી 30 રૂપિયા ઓછો હોય છે આવું કેમ એ સવાલ થઇ રહ્યો છે. ખેડૂતોને લૂંટી રહેલા આવા એગ્રો સેન્ટર વિરુદ્ધ કાર્યવાહીની માગ ઉઠી છે.

