કપરાડા: પાર નદીના પુલ ઉપર પડેલા ખાડાઓના કારણે વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાયા છે.નાનાપોંઢા થી ધરમપુર તરફ જતા નેશનલ હાઈવે નંબર 56 પર પાર નદીના પુલ ઉપર મસમોટા ખાડા પડી ગયા છે સાથે સળિયા પણ બહાર નીકળી આવેલા હોય અહીંથી પસાર થતા વાહન ચાલકો માટે જીવનું જોખમ ઊભુ થયું છે.

હમણાં થોડા સમય પહેલા જ આ ખાડાઓ પૂરવામાં આવ્યા હતા અને હવે Decision news ને મળતી માહિતી મુજબ અહીં આવેલ પુલ પર પાણી નીકળવા માટે જે હોલ બનાવવામાં આવ્યા છે પુરાઈ ગયા હોય જેના કારણે વરસાદી પાણીનો ભરાવો થાય છે પુલની સાઇડની સાફ સફાઈ કરવામાં આવી નથી જેના કારણે કીચડ જોવા મળે છે.

વધુમાં આ પુલ પર ઘણા બધા ખાડા પડેલા છે અને અમુક જગ્યા પર સળિયા બહાર નીકળી આવ્યા છે. જે ખુબ જ જોખમી બન્યા છે. આ ખાડાઓના લીધે ટ્રાફિકની સમસ્યા પણ ઉભી થઇ છે. મોટાભાગના નાના અને લોડીંગ વાહનો આ હાઇવે પરથી પસાર થતા હોય ત્યારે આવા ખાડાઓથી પુલના પાયાને નુકશાન થાય અને પુલ તૂટે તો ભયાનક અકસ્માત થવાની સભાવવા છે. માટે હાઈવે ઓથોરીટી તાત્કાલિક ધોરણે ખાડાઓ પૂરે એવિ લોકમાંગ ઉઠી છે.