સુરત: સુરતના વડોદ ગામમાં આવેલા મહાવીર નગરની મોબાઇલની દુકાનમાં અડધી રાતે એકાએક આગ ભભૂકી હોવાની ઘટના સામે આવી છે. શોર્ટ સર્કિટના કારણે ગણતરીની મિનિટોમાં જ દુકાન બળીને ખાક થયાના દૃશ્યો સામે આવ્યા છે. જોકે, ભેસ્તાન ફાયર વિભાગને ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અંદાજે બે કલાક બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

સુરતની વડોદ ગામમાં આવેલા મહાવીર નગરમાં શિવ શક્તિ મોબાઇલ માર્કેટમાં એકાએક આગ લાગી હતી. આ ખૂબ જ ઝડપથી પ્રસરી ગઈ હતી મોબાઇલની દુકાનમાં લાગેલી આગ નો અવાજ જાણે ધડાકા થતા હોય તે રીતે આખા મોબાઈલની દુકાનમાં ગણતરીની મિનિટોમાં જ આગ પ્રસરી ગઈ હતી. દુકાનમાં રાખવામાં આવેલા મોબાઈલની બેટરીઓ બ્લાસ્ટ થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. દુકાનમાં ધડાકા થતા હોય તેવા દ્રશ્ય દેખાતા દુકાનની આસપાસ ઉભેલા લોકો ડરીને દુકાનથી દૂર નાસી ગયા હતા.
શિવ શક્તિ મોબાઇલની દુકાનમાં આગ લાગવાનો ભેસ્તાન ફાયર સ્ટેશનના અધિકારી વિજય સોલંકીને કોલ મળતા જ  ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા હતા.Decision news ને મળતી માહિતી અનુસાર શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યો હોવાનું જાણવા મળ્યું હતું. મોબાઇલની દુકાન હોવાને કારણે ઘણા બધા મોબાઇલ અંદર હતા. અંદર ATM પણ હતું. જે પણ સળગી ગયું હતું. માત્ર બે સ્થાનની ગાડીઓ દ્વારા જ આગ ઉપર કંટ્રોલ કરી લેવામાં આવ્યો હતો.