સાગબારા: ગતરોજ યાહામોગી ધામ દેવમોગરા ગામમાં સાગબારા તાલુકામાં ભીલ પ્રદેશ બનાવો અભિયાનની બીજી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન દાદરા નગર હવેલીના ઘણા સંગઠનના સ્થાનિક પ્રતિનિધિ સામાજિક આગેવાનો યુવાનો, મહિલાઓ ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Decision News ને મળેલી જાણકારી પ્રમાણે યહામોગી માં ના આશીર્વાદથી આ મૂવમેન્ટને આગળ વધારવા પ્રેરણા પૂરી પાડી હતી બધાજ મિત્રોએ પોત પોતાની વિચારધારા અનુસાર ભીલપ્રદેશ બનાવો અભિયાન ને મજબૂત બનાવવા માટે આહ્વાહન કર્યું હતું. બેઠકના અંતમાં સૌ લોકોએ ભેગા મળી સાથે ભોજન કર્યું હતું.
બાદમાં આવનારા સમયમાં આ અભિયાનને ઘર ઘર સુધી અને લોકોના દિલો સુધી પહોંચાડવાના કોલ લીધા હતા અને બેઠકમાં ગામના લોકો અને પત્રકારોનો આવેલ સૌનો એડવોકેટ રાજ વસાવા ડો પ્રફુલ વસાવા ઉત્તમ વસાવા અને ભીલપ્રદેશ બનાવો અભિયાન સમિતિ ગુજરાત તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

