વલસાડ: વલસાડમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. અરબી સમુદ્રમાં સક્રિય થયેલી ચોમાસાની સિસ્ટમ ઉત્તર તરફ આગળ વધી રહી છે. આ કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે.વલસાડમાં હાલ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ છે. ભેજના કારણે 33 ડિગ્રી જેટલું લાગી રહ્યું છે. પવન 10 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ દિશામાંથી ફૂંકાઈ રહ્યો છે.
દાદરા નગર હવેલીમાં ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે. ચાર કલાકમાં અઢી ઇંચથી વધુ વરસાદ પડતા સેલવાસ અને આજુબાજુના વિસ્તારમા ઠેર ઠેર પાણી ભરાયા હતા.છેલ્લા 24 કલાકમાં જિલ્લાના છ તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડયો છે. ઉમરગામમાં 85 મિમી, કપરાડામાં 32 મિમી, વલસાડમાં 22 મિમી, વાપીમાં 21 મિમી, પારડીમાં 9 મિમી અને ધરમપુરમાં 4 મિમી વરસાદ નોંધાયો છે.
1લી જૂનથી અત્યાર સુધીમાં ઉમરગામમાં સૌથી વધુ 156 મિમી વરસાદ નોંધાયો છે. કપરાડામાં 58 મિમી, વાપીમાં 61 મિમી, વલસાડમાં 36 મિમી, પારડીમાં 35 મિમી અને ધરમપુરમાં 28 મિમી વરસાદ પડયો છે.જિલ્લાના તમામ તાલુકાઓમાં ભેજનું પ્રમાણ 78થી 92 ટકા વચ્ચે છે. કપરાડામાં સૌથી ઓછું 25 ડિગ્રી અને ઉમરગામમાં સૌથી વધુ 30 ડિગ્રી તાપમાન નોંધાયું છે.હવામાન વિભાગે આગામી 2-3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. વરસાદી સિસ્ટમની અસર આગામી દિવસોમાં પણ જોવા મળશે.

