ધરમપુર: ચોમાસાની શરૂવાતનો વરસાદ આવ્યો અને ધરમપુર કરંજવેરી ગામમાથી પસાર થતાં નેશનલ હાઇવે 56 પર ખાડા જ ખાડા પડી જતાં ફરી ચંદ્રની ધરતી સમા દ્રશ્યો સર્જાયા છે જેને લઈને મુસાફરોને હાલાકી સર્જાય રહ્યાની બૂમો સંભળાઈ રહી છે.
દર વર્ષે ચોમાસા દરમિયાન સર્જાતી આ ખાડાઓની સમસ્યાને લઈને મુસાફરો સાથે Decision News વાતચીત કરી તો તેમનું કહેવું હતું કે ધરમપુરમાં લોકોનું નેતૃત્વ કરનારા નેતાઓ જ હાઇવે બનાવનારા કોન્ટ્રાકટરો સાથે મળી જાય છે અને કટકી અને કમિશન લઈ લે છે. જેને લઈને કોન્ટ્રાકટરો હલકી ગુણવત્તાવાળી મટિરિયલ રસ્તા પર નાખી કામગીરી કરે છે. જેના લીધે રસ્તા પર પાણી ભરાતા આ પુલિયા પર ખાબોચિયા જ ખાબોચિયા જોવા મળે છે. અને રસ્તાની એટલી બત્તર હાલત થઈ જશે કે વાહનો નીકળવાની પણ મુશ્કેલી ઊભી થઈ જશે.
બની બેઠેલા લોક આગેવાનો પણ વધુ ખાડાઓ પડશે ત્યારે લોકોને સારું લગાડવા ‘રસ્તા ન સુધારો તો આંદોલનની ચીમકીઓ આપશે પણ જ્યારે રસ્તાનું કામ કરવા કોન્ટ્રાકટર આવશે ત્યારે સાથે રહીને કામ કરાવવાના બદલે છૂમંતર થઈ જશે’. વિતેલા વર્ષમાં કેટલાક લોકોના મૃત્યુ પણ થયા અને કેટલાંય ઇજાગ્ર્સ્ત પણ થયા આ વર્ષે બીજા નિર્દોષ લોકો ભોગ બનશે.. શું કહેવું અને કોને કહેવું.. હવે તો લોકોએ જ જાગૃત થવાની જરૂર છે બાકી નેતાઓના ભરોશે આ હાઇવેની સમસ્યા વર્ષો વર્ષ આ જ રહશે.

