ઝઘડિયા: ઝઘડિયા શાખાના વલ્ડૅ વિઝન ઈન્ડિયા સંસ્થાના મેનેજર વિનીત મેસી અને સ્ટાફના પ્રયત્નોથી ક્ષેત્રીય વિકાસ કાયૅક્રમ અંતગર્ત માલીપીપર ગામની પ્રાથમિક શાળા મા વલ્ડૅ વિઝન ઈન્ડિયા સંસ્થા દ્વારા શાળાના વિદ્યાર્થીઓ અને શાળાના સ્ટાફ માટે નવા ટોઈલેટ બનાવી આપી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
આજ રોજ વલ્ડૅ વિઝન ઈન્ડિયા સંસ્થા નો સ્ટાફ અને માલીપીપર ગામના એસ.એમ. સી. અધ્યક્ષ તથા એસ.એમ. સી. સભ્યો તેમજ પંચાયતના સભ્ય સુરેશ ભાઈ હાજર રહ્યા હતા. નવનિર્મિત ટોઈલેટ ને સ્કૂલ ના વિધાર્થીઓ અને શાળા સ્ટાફના ઉપયોગ માટે ખુલ્લા મુકવા શાળાના બાળકો અને હાજર એસ. એમ. સી સભ્યોએ રીબીન કાપીને ખુલ્લા મુકવામાં આવ્યો હતો.
આ પ્રસંગે વલ્ડૅ વિઝન ઈન્ડિયા સંસ્થાના કાયૅકર જશવંત વસાવા એ સ્કૂલના બાળકો ને ટોઈલેટ નો ઉપયોગ કરી સ્વચ્છતા જાળવી પોતાના સ્વાસ્થ્ય ની કાળજી રાખવા હંમેશા સાબુથી હાથ ધોવા માહિતી-માગૅ દશૅન આપ્યું હતું. સાથે શાળાના આચાર્યને ટોઈલેટની ચાવી સુપ્રત કરી ટોઈલેટની જાળવણી કરવા જવાબદારી સોંપી હતી અને કાર્યક્રમમાં ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કયૉ હતો.

