અમદાવાદ: પ્લેન ક્રેશ બાદ સિવિલમાં ભારે ભીડ જોવા મળી રહી છે. DNA સેમ્પલ મેચ થતાં મૃતદેહો પરિજનોને સોંપાઈ રહ્યા છે. રાતભર અમદાવાદમાં મૃતદેહ સોંપવાની કામગીરી ચાલુ રહી. અત્યાર સુધી 14 મૃતદેહ પરિવારજનોને સોંપાયા, 32 મૃતકોના DNA મેચ થયા.
14 મૃતદેહમાં અમદાવાદમાં 4, બરોડામાં 2 મૃતદેહો પરિજનોને સોંપાયા વિસનગરના 4, ખેડામાં 1 મૃતદેહને પરિજનોને સોંપાયા.અરવલ્લીમાં 1 મૃતદેહ, બોટાદનો 1 મૃતદેહ પરિજનોને સોંપાયો ઉદેપુરનો 1 મૃતદેહ પરિજનોને સોંપાયો લુબી મોટર્સના સુભાષ અમીનનો મૃતદેહ સોંપાયો
હાલમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના DNA મેચની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે તેમના પરિજનોને તેમના મૃતદેહની સોંપણી કરી દેવામાં આવી છે તેમના પરિવારના સભ્યો ગાંધીનગરથી રાજકોટ પહોંચશે. આ સાથે રુપાણીના ઘરે રાજકોટમાં અંતિમ દર્શનની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.

