સુરત: સુરતના ઉધનાના લક્ષ્મીનારાયણ ઈન્ડસ્ટ્રીયલ નજીક ખુલ્લામાંથી સંતોષ ગાંધીભાઈ નાયક નામના યુવાનનો સડી ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. શરીરના કેટલાક ભાગ ઉપરની ચામડી બળેલી અને મોંઢાના ભાગે લોહી જામી ગયેલું  હાલતમાં મળતા હત્યા કે આત્મહત્યા તપાસ માટે પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.

મૃતક સંતોષ ગાંધીભાઈ નાયક 38 વર્ષના હતા તેઓ શ્રીરામનગર સોસાયટી, બી.આર.સી નજીક, ઉધનામાં રહેતા હતા અને મૂળ ઓડિશાના હોવાનું તેના ભાઈએ જણાવ્યું હતું. છેલ્લા વીસ વર્ષથી સુરતમાં સંચા મશીન ઉપર કામ કરતો સંતોષ છેલ્લા ત્રણેક દિવસથી ઘરે ગયો ન હતો. પોલીસ કંટ્રોલ રૂમના કોલના આધારે ઉધનાના દક્ષેશ્વર મંદિર સામે આવેલા લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ નજીકના ખુલ્લા પ્લોટ ખાતે ઉધના પોલીસ દોડી ગઈ હતી. જયાંથી પોલીસને સડી ગયેલી અને શરીરના કેટલાક ભાગ ઉપરથી ચામડી બળી જવા ઉપરાંત મોંઢાના ભાગે લોહી જામી ગયેલી હાલતમાં સંતોષની લાશ મળી આવી હતી.

પોલીસે લાશનો કબજો લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની સાથે મૃતકની ઓળખ માટેની તજવીજ હાથ ધરી હતી. આ ઘટનામાં હત્યા, આત્મહત્યા કે પછી અકસ્માત મોત અંગેનું રહસ્ય ઘેરાય રહ્યું છે. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે.