અમદાવાદ: અમદાવાદના મેઘાણીનગરમાં IGP કમ્પાઉન્ડમાં એર ઇન્ડિયાનું Al171 વિમાન ક્રેશ થયું છે. આ ઘટનામાં 60થી વધુ લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવાઈ છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. બીજી તરફ બીએસએફ અને એનડીઆરએફની ટીમ પણ બચાવ કામગીરીમાં જોડાઈ ગઈ છે.આ ઘટનામાં કોઈપણ જાણકારી માટે એર ઈન્ડિયા દ્વારા હેલ્પ લાઈન નંબર 1800 5691 444 જાહેર કરવામાં આવ્યો છે.
હોટલાઈન નંબર 1800 5691 444 શરૂ કરી દીધો: અમદાવાદના મેઘાણીનગરમાં ટેક ઓફ બાદ એર ઈન્ડિયાનું AI171 વિમાન ક્રેશ થયું હતું. આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. આ પ્લેનમાં 242 મુસાફરો સવાર હતાં. જેમાં 169 ભારતીય મુસાફરો અને 53 બ્રિટિશ સહિત એક કેનેડિયન અને સાત પોર્ટુલગના મુસાફરો હતો. એર ઈન્ડિયાએ એકસ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, અમે મુસાફરોની જાણકારી માટે એક હોટલાઈન નંબર 1800 5691 444 શરૂ કરી દીધો છે. એર ઈન્ડિયા દ્વારા આ ઘટનાની તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવામાં આવશે.
અમદાવાદ પોલીસે ઇમરજન્સી નંબર જાહેર કર્યો: આ ફલાઈટમાં જે મુસાફરો સવાર હતાં તેમની એક યાદી પણ બહાર આવી છે. આ યાદીમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હોવાનું બહાર આવ્યું છે. આ યાદીમાં 12મા નંબર પર વીજય રૂપાણીનું નામ છે. આ ઉપરાંત અમદાવાદ પોલીસે પણ એક ઈમર્જન્સી નંબર જાહેર કર્યો છે. અમદાવાદ પોલીસે મરજન્સી નંબર 079 – 25620359 જાહેર કર્યો છે.

