પુણે: સમુદ્રનો કથરો સાફ કરવા માટે 12 વર્ષના હાઝીક કાઝીએ બનાવ્યું ખાસ જહાજ ! ‘ERVIS’ સમુદ્રની સપાટી પરથી પ્લાસ્ટિકને ખેંચીને એકઠું કરે છે અને દરિયાઈ જીવસૃષ્ટિને બચાવવા થતાં તેને નુકસાન પહોંચાડયા વિના કચરાને અલગ કરી દે છે.
પુણેના રહેવાસી 12 વર્ષના હાઝીક કાઝીએ ‘ERVIS’ નામનું એક જહાજ ડિઝાઇન કર્યું છે, જે સમુદ્રની સપાટી પર તરતા પ્લાસ્ટિક કચરાને સાફ કરી દરિયાઈ જીવનને બચાવવામાં મદદ કરી શકે છે. આ જહાજમાં સેન્ટ્રીપેટલ ફોર્સનો ઉપયોગ કરનારા ‘સોસર’ છે, જે કથરાને ખેંચીને તેને પાણીથી અલગ કરે છે. પછી આ કચરાને મોટાથી નાના ટુકડાઓમાં અલગ-અલગ ભાગોમાં વહેંથવામાં આવે છે. સૌથી જરૂરી વાત એ છે કે આ જહાજ પાણી અને દરિયાઈ પ્રાણીઓને ફિલ્ટર કરીને તેમને ફરીથી સમુદ્રમાં છોડી દે છે, જેથી સફાઈ દરમિયાન તેમના જીવનને નુકસાન ન થાય.
હાઝીક જ્યારે ફક્ત 9 વર્ષના હતા, ત્યારે તેમણે ઘણી ડોક્યુમેન્ટ્રીઝ જોઈ; જેનાથી તેમને જાણવા મળ્યું કે પ્લાસ્ટિકના કારણે કેવી રીતે સમુદ્રના પ્રાણીઓ મરી રહ્યા છે.
ખાસ કરીને જ્યારે તેમણે એક વ્હેલના મૃત્યુની કહાની સાંભળી, ત્યારે ખૂબ દુઃખી થયા અને નક્કી કરી લીધું કે કંઈક કરવું છે. ત્યારથી જ તેઓ અલગ-અલગ લોકો, સંગઠનો અને મંચો સાથે મળીને દરિયાઈ પ્લાસ્ટિક પ્રદૂષણના જોખમો અને તેને રોકવાના ઉપાયો વિશે જનજાગૃતિ વધારવાનું કામ કરી રહ્યા છે.
હાઝીકનું મિશન ફક્ત સફાઈ સુધી મર્યાદિત નથી, તેઓ એ પણ જાણવા માંગે છે કે આ પ્લાસ્ટિક ક્યાંથી આવી રહ્યું છે, જેથી તેને ત્યાંથી જ રોકી શકાય. પોતાના આ મિશનને આગળ વધારવા માટે તેમણે ERVIS ફાઉન્ડેશન નામની એક સંસ્થા બનાવી છે, જે બાળકો અને યુવાનોને પ્લાસ્ટિક પ્રદૂષણ અને ટકાઉ જીવનશૈલીની રીતો વિશે જાગૃત કરે છે. હાઝીકે પોતાના આઇડિયા TED-Ed (ન્યૂ યોર્ક) અને TEDxGateway (મુંબઈ) જેવા મોટા મંચો પર પણ રજૂ કર્યા છે.
તેમની કહાની આપણને એ બતાવે છે કે પરિવર્તન લાવવા માટે ઉંમર કોઈ અવરોધ નથી હોતી; બસ વિચાર સ્પષ્ટ અને ઈરાદો મજબૂત હોવો જોઈએ.
BY: ધ બેટર ઈન્ડિયા

