છોટા ઉદેપુર: છોટા ઉદેપુરના નગરના ટાંકી ફળિયામાં રહેતા વિજય ચીમાભાઈ તડવીની લાશ ઓરસંગ નદીમાંથી મળી આવી છે. વિજય ગઈકાલે બપોરે ઓરસંગ નદીના ચેકડેમ પાસે ડૂબી ગયો હતો.
બપોરે વિજય ઘરે ન આવતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. ચેકડેમ પાસેથી વિજયના ચપ્પલ મળ્યા બાદ પરિવારજનોએ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. અંધારું થઈ જવાથી ગઈકાલે શોધખોળ સફળ રહી ન હતી.
આજે સવારે સાડા પાંચ વાગ્યે પરિવારજનો ફરી શોધખોળ માટે નદી કિનારે પહોંચ્યા હતા. નદીના પાણીમાં કંઈક દેખાતા તપાસ કરતા વિજયની લાશ મળી આવી હતી. છોટા ઉદેપુર પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.પોલીસે અકસ્માત મોતનો કેસ નોંધી વધુ તપાસ શરૂ કરી છે

