વાપી: વાપીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાપીના ગીતા નગર ટાંકી ફળીયામાં રહેતા 60 વર્ષીય અખ્તરખાન ગુલાબખાને 4 વર્ષની માસૂમ બાળકી સાથે અશ્લીલ કૃત્ય કર્યું હતું.
ઘટના 27 ફેબ્રુઆરી 2025ના રોજ બની હતી. આરોપી અખ્તરખાન બાળકીને રમાડવાના બહાને પોતાના રૂમમાં લઈ ગયો હતો. ત્યાં તેણે બાળકીના કપડાં ઉતારી અડપલાં કર્યા હતા.આ દરમિયાન બાળકીની માતા તેને શોધતી આરોપીના રૂમે પહોંચી હતી. દૃશ્ય જોઈને તે સ્તબ્ધ થઈ ગઈ હતી અને તરત જ બાળકીને ત્યાંથી લઈ ગઈ હતી.
બાળકીના પિતાને આ અંગે જાણ થતાં પરિવારે વાપી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી તેની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. આરોપીએ જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી. વાપીના સ્પેશ્યલ જજ એચ.એન. વકીલની કોર્ટમાં સુનાવણી દરમિયાન ડી.જી.પી. અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખવામાં આવી હતી. આ પછી કોર્ટે આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરી હતી.

