ઉમરપાડા: સંત બનાદાસ સેવા સંધ દ્વારા ૧ માસના કાર્યક્રમનું સફળ આયોજન ઉમરપાડા તાલુકાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI, ઉમરપાડા)માં અભ્યાસરત કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ (COPA) ટ્રેડના વિદ્યાર્થીઓ માટે સંત બનાદાસ સેવા સંધ દ્વારા એક માસીય ઓન-જોબ પ્લેસમેન્ટ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું.

Decision News ને મળેલી માહિતી મુજબ આ કાર્યક્રમ હેઠળ તાલીમાર્થીઓને ન માત્ર કાર્યસ્થળ પર સીધો અનુભવ મળે છે, પરંતુ તેઓના શૈક્ષણિક જ્ઞાનને વ્યાવસાયિક કૌશલ્યમાં પરિવર્તિત કરવાની તક પણ મળે છે. આયોજન અંતર્ગત તાલીમાર્થીઓને કંપની અથવા ઓફિસના કાર્યપરિવેશમાં નીચેના ક્ષેત્રોમાં પ્રેક્ટીકલ જ્ઞાન આપવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં સંત બનાદાસ સેવા સંધના ડાયરેક્ટર જયંત વસાવા, રાજેન્દ્ર વસાવા, સાકારામભાઇ વસાવા, વિજય વસાવા પણ ઉપસ્થિત રહ્યા. આવનારા દિવસોમાં ઉમરપાડાના બીજા વિસ્તારોમાં પણ આ પ્રકારના જાગૃતિના કાર્યક્રમો આહઠા ધરવામાં આવશે.