ડાંગ: ડાંગમાં પોલીસની કામગીરી પર લોકો સવાલો ઉઠાવવા લાગ્યા છે કારણ કે ડાંગમાં થતી ચોરી રોકવા માટે CCTV લગાવવામાં આવ્યા હતા પણ એમ કહેવું ખોટું નથી કે ડાંગ પોલીસની નાક નીચેથી ચોરો આહવામાં જિ. પં.નાં ગોડાઉનની દિવાલે લગાવેલ 7 કેમેરાની ચોરો ચોરી કરીને ભાગી ગયાની ઘટના બની છે.

ડાંગીજનો કહી રહ્યા છે કે પોલીસ માત્ર ગરીબ લોકોને કાયદાનો ધાક બતાવી ડરાવવામાં માહેર બની ગઈ છે. આદિવાસી લોકોમાં ડાંગમાં પોલીસનો ખોફ તો જોવા મળે છે પણ ચોરોએ પોલીસનું નાક કાપી નાખ્યું છે. ચોરોને રોકવા અને પકડવા CCTV લગાવવામાં આવ્યા હતા પણ જિલ્લા પંચાયત આહવામાં આવેલ જિલ્લા પંચાયતનાં ગોડાઉનની દિવાલ પર 7 કેમેરા જ ચોરાઇ ગયા છે.

કોંગ્રેસનાં કાર્યકારી ડાંગના પ્રમુખ સ્નેહલ ઠાકરે જણાવે છે કે ડાંગમાં પોલીસ ભાજપના નેતાઓની કઠપૂતળી બની ગરીબ આદિવાસી લોકો પર દબાણ કરી રહી છે પણ આવા ચોરોને પકડવાની હિમંત કે આવડત એમાંનામાં નથી. અને ડાંગ પોલીસ પેટ્રોલીંગ પણ માત્ર નામનું કરે છે. ગુજરાત પોલીસનું નામ અને નાક કપાવતી આ ડાંગ પોલીસ ના ચોરોએ ચોરી કરી એમની ઈજ્જતના ધજાગરા ઉઠાવ્યા છે. પોલીસે સ્થાનિક આદિવાસી લોકો પર રોફ જમાવવા કરતાં આવા ચોરો પર ધ્યાન આપવું જોઈએ નહીં તો આવનારા સમયમાં ક્યાં ક એવું સાંભળવા મળી શકે કે ડાંગ પોલીસ સ્ટેશનમાં ચોરીનો બનાવ બન્યો છે.