દિલ્લી: પોલીસવાળા આવા પણ હોય.. દિલ્હી પોલીસના ASI નિર્દેશ પંવાર (38) અને ASI રાજદીપ (35) માટે આ કામ માત્ર એક ફરજ નથી, પણ એક મિશન છે – એક એવું મિશન જેમાં દરેક આંસુ સુકાઈ જાય છે અને દરેક માતાની મમતા ફરીથી સ્મિત કરે છે. આ બંને પોલીસકર્મીઓએ છેલ્લા 11 મહિનામાં 223 ગુમ થયેલા બાળકોને તેમના પરિવારોથી મળાવ્યા.

આ બાળકો ક્યાંય પણ હોઈ શકતા હતા દિલ્હીની ગલીઓથી લઈને જમ્મુ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, પંજાબ, રાજસ્થાન અને હરિયાણા સુધી. ક્યારેક માત્ર એક જૂનો ઝાંખો ફોટો, ક્યારેક એક નામ.. અને ઘણીવાર કોઈ સંકેત પણ નહીં. પરંતુ બંનેએ હાર ન માની. દરરોજ સવારે 6 વાગ્યેથી CCTNS અને ZIPNET જેવા નેશનલ ડેટાબેઝ સ્કેન કરવાનું શરૂ કરતા, FIR વાંચતા, કેસ નિશ્ચિંત કરતા, પરિવારોનો સંપર્ક કરતા અને તે શહેરો સુધી પહોંથી જતા જ્યાં આશાની એક હળવી કિરણ પણ દેખાતી. સોશિયલ મીડિયાની તસવીરોમાં કોઈ બેકગ્રાઉન્ડ, CCTVમાં કોઈનો ચહેરો, કે ફોનનો એક લોકેશન પિંગ – આ મામૂલી સંકેતોને જોડતા બંનેએ તે કરી બતાવ્યું જે અશક્ય લાગતું હતું.

એક 14 વર્ષની છોકરીનો કેસ તેમને જમ્મુ સુધી લઈ ગયો- માત્ર એક ટ્રેન બોડિંગની જાણકારી હતી. પરંતુ સવારે 7 વાગ્યે જ્યારે સ્ટેશન પહોંચ્યા, તો તે છોકરી એક બેંચ પર એકલી બેઠેલી મળી. તે જ દિવસે માતા-પિતા સાથે મળાવી દીધી. એક બીજો કિસ્સો – 2017માં ગુમ થયેલી 15 વર્ષીય છોકરીને 7 વર્ષ પછી સહારનપુર, યુપીથી શોધી કાઢી. હવે તે 22 વર્ષની છે, અને પરિવારને આશા નહોતી કે તે ક્યારેય પાછી ફરશે. આ બંનેની મહેનત અને સંકલ્પને જોતા તેમને આઉટ-ઓફ-ટર્ન પ્રમોશન આપવામાં આવ્યું – પહેલા હેડ કોન્સ્ટેબલ હતા, હવે ASI બની ચૂક્યા છે. રાજદીપે 112 અને પંવારે 111 બાળકોને બચાવ્યા છે. તેમની ટીમ દિલ્હીના 70થી વધુ પોલીસ સ્ટેશનોમાં કામ કરે છે, અને દરેક કેસમાં એક જ લક્ષ્ય રહે છે – બાળકને સુરક્ષિત તેના પરિવાર સુધી પહોંચાડવું.

ASI પંવાર કહે છે: “ઘણીવાર એવું થાય છે કે FIRમાં ફોન નંબર બંધ મળે છે, અથવા પરિવાર ક્યાંક બીજે શિફ્ટ થઈ ચૂક્યો હોય છે. ભાષા પણ એક પડકાર બને છે. પરંતુ જ્યારે તે બાળક ફરી માતાના ખોળામાં હોય છે… ત્યારે બધો થાક દૂર થઈ જાય છે.”

BY: ધ બેટર ઈન્ડિયા