વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના સુખાબારી ગામમાં બે વર્ષ પહેલાં માં અને હવે આ માહિનામાં પિતાની છત્ર છાયા ગુમાવેલી ત્રણ નિરાધાર દીકરીઓની વાંસદાના ભારતીય જનતા પાર્ટીના કેટલાક આગેવાનોએ મુલાકાત લીધી હતી જેમાં તેઓએ દીકરીઓને હંમેશા તેમની મદદ કરી તેના બહેતર ભવિષ્યનું સિંચન કરવા વચનો આપ્યા હતા.
નવસારી જિલ્લા ભાજપ પાર્ટીના મહામંત્રી ગણપતભાઈ માહલાએ દીકરીઓને કહ્યું કે જીવનમાં જે પણ ધરતી ઉપર જન્મ દીધો છે એ અમર નથી એક દિવસ તો બિ મૃત્યુ થવાનું નક્કી છે જેથી તમારે હિંમત હારવાની નથી અને મોટી બેબી તમારે નાની બહેનોની કાળજી રાખવાની હવે તમારા સિવાય આ બંને બહેનોનું તમારે જતન પાલન કરવાનું છે હવે આપણે માણસ પર લોક પામેલા એને લાવીની શકીએ પરંતુ તમને કંઈ પણ મદદની જરૂર પડે તો અમે લોકો બેસેલા છે અમને ફોન કરજો અમે બધા મદદરૂપ થઈશું,
ગુજરાત સરકાર આદિજાતી મોરચાના મહામંત્રી શ્રી પિયુષભાઈ પટેલ કહ્યું કે આજે ખૂબ દુઃખદ ઘટના બની છે પરંતુ કોઈ દિવસ પર હિંમત હારવી નહીં એ તો કુદરતનો બનાવ છે કુદરતને જે ગમ્યું છે તે તે કુદરતે કર્યું પણ આપણે ધરતી પર છે તો આપણે ખૂબ મહેનત કરવાની ખૂબ આગળ વધવાનું ભણતરમાં પણ ખૂબ આગળ ભણશો અને ભવિષ્યમાં ખૂબ મોટા અધિકારી બનશો એવી હિંમત રાખશો હવે તમારે મોટા પપ્પા કે કાકા જોડે રહીને એ લોકોની આજ્ઞાનું પાલન કરવાનું કોઈપણ મુશ્કેલી હોય તો જણાવજો અમે તૈયાર છે અને આ આગેવાનોને કહું છું કે કંઈ પણ તમને જણાઈ તો હમને વિના સંકોચે જાણ કરશોજી અમે કામ કરવા માટે કે તમને મદદ કરવા માટે તૈયાર છે.

આ પ્રસંગે ગુજરાત સરકાર આદિજાતી મોરચાના મહામંત્રી શ્રી પિયુષભાઈ પટેલ, નવસારી જિલ્લા ભાજપ પાર્ટીના મહામંત્રી શ્રી ગણપતભાઈ માહલા, વાંસતા તાલુકા પંચાયત માજી પ્રમુખશ્રી શાંતુભાઇ ગાવીત, માજી કારબારી ચેરમેન શ્રી રસિકભાઈ ટાંક, વાંસદા તાલુકા પાર્ટીના પ્રમુખશ્રી સંજયભાઈ પટેલ, વાંસદા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી દીપ્તિબેન પટેલ, ઉપપ્રમુખ શ્રી માધુભાઈ પટેલ, કારબારી ચેરમેન તરૂણભાઇ ગાવીત, શાસક પક્ષના નેતા બીપીન માહલા, ભાજપના સક્રિય કાર્યકર્તા શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નવસારી જિલ્લા ભાજપ સહસંયોજક મોહનભાઈ ચૌધરી, વાંસદા ભાજપ પાર્ટીના ઉપપ્રમુખ વિનુભાઈ પટેલ, વિજયભાઈ પટેલ, લીરીલભાઈ પટેલ, જયશ્રીબેન પટેલ, ગામના આગેવાનો વડીલો ભાજપ કાર્યકર્તાઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.











