વલસાડ: જિલ્લામાં ખેડૂતોને બાગાયત ખાતાની વલસાડ ચણવઇ નર્સરી અને સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે ઉત્પાદિત પ્લાન્ટિંગ મટીરિયલ્સમાં એટસોર્સ સહાય આપવાનો કાર્યક્રમ શરુ કરાયો છે. જેમાં બાગાયતી પાકોની કલમ, બાટા, રોપા, ધરૂ કે અન્ય પ્લાન્ટીંગ મટીરિયલ્સની ખરીદી માટે સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા મહત્તમ રૂ.5 હજાર સુધી, એસટી અને એસટી ખેડૂતોને કુલ ખર્ચ ના 75% અથવા મહત્તમ 7500 સુધીની સહાય વર્ષમાં માત્ર એક જ વખત મળી શકશે.
જિલ્લાના ખેડૂતોને સહાયનો લાભ લેવા ઇચ્છુક ખેડૂતો એ ફળ નર્સરી ચણવઇ, મો-9033848010 અને સેન્ટર ઓફ એક્સેલન્સ ચણવઇ મો.9879922001, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની સામે, ચણવઇ-રાબડા રોડ, તા. વલસાડ, જિ. વલસાડ તેમજ ફળ નર્સરી, પારડી, સ્ટેશન રોડ, તા. પારડી, જિ. વલસાડ મો- 9879929250 કચેરી ખાતેથી અરજી ફૉર્મ મેળવી 7/12 તથા 8-અ ની નકલ, આધાર કાર્ડ, રેશનકાર્ડની નકલ, ફોટોગ્રાફ વાળું ઓળખ પત્ર, અનુ. જાતિ/જન જાતિના પ્રમાણપત્રની નકલ, લાગુ પડતું હોય તો, તથા દિવ્યાંગતાનું પ્રમાણપત્ર, લાગુ પડતું હોય તો,જેવા જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરવાની રહેશે.
વધુ માહિતી માટે ખેડૂતોએ નાયબ બાગાયત નિયામકની કચેરી, જિ. વલસાડ, શ્રમજીવી વિદ્યા મંદિર, પહેલો માળ, એચ.ડી.એફ.સી. બેંક વલસાડ શાખાની સામેની ગલીમાં, તિથલ રોડ, વલસાડ, ફોન નં. 02632-243183 ઉપર સંપર્ક સાધવા નાયબ બાગાયત નિયામકે જણાવ્યું હતું.

