વલસાડ: વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ડુંગરા વિસ્તારમાં આવેલા દમણગંગા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં અધુનિક મલ્ટી ટ્રેડ LLP કંપનીમાં આજે અચાનક આગ લાગી. આગ લાગતાની સાથે જ કંપનીના કર્મચારીઓ સલામત રીતે બહાર નીકળી ગયા.

Decision News ને મળતી માહિતી મુજબ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ કામે લાગી. સ્થાનિક પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિ પર નજર રાખી.

પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ અથવા કેમિકલ રિએક્શનના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પોલીસ આગ લાગવાના ચોક્કસ કારણની તપાસ કરી રહી છે. ફાયર બ્રિગેડની ટીમ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવા માટે કાર્યરત છે.