ઝઘડિયા: ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામની હાઈસ્કૂલમાં હંગામી શિક્ષક તરીકે ફરજ બજાવતા સાજીદ હુસેન વાઝા એ તાલુકાના એક ગામની સગીરાને તેના ઘરે ટ્યુશનમાં બોલાવી હતી. ઘટનાના દિવસે અન્ય વિદ્યાર્થીનીઓને સાજીદ હુસેન વાઝાએ રજા આપી દીધા બાદ સગીરાને એકલીને દાખલા શીખવાડવાના બહાને તેને ટ્યુશન ના ટાઈમ કરતાં વધુ બેસાડી.
Decision News ને મળેલ માહિતી મુજબ ટ્યુશન ના ટાઈમ કરતાં વધુ બેસાડી હતી,તે દરમિયાન તેણે સગીરા સાથે છેડતી કરી હતી અને શારીરિક અડફલા કર્યા હતા. સગીરાએ ઘરે જઈ તેની માતાને વાત કરતા તેની માતાએ કામ પરથી આવેલા તેના પિતાને આ બાબતની જાણ કરી હતી.
પિતા શિક્ષકના ઘરે તેને ઠપકો આપવા માટે ગયા હતા ત્યારે શિક્ષકે તેમને બે લાફા મારી દીધાં હતાં. સગીરાની માતાએ શિક્ષક સામે રાજપારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. આરોપીને હાલ સબજેલમાં મોકલી આપવામાં આવ્યો છે.

