નર્મદા: નર્મદા જિલ્લામાં અચાનક આવેલા વાવાઝોડાએ ભારે નુકસાન પહોંચાડયું છે. રાજપીપળા અને નાંદોદ તાલુકામાં ગઈકાલથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. આજે સવારે ભારે પવન સાથે વીજળીના કડાકા-ભડાકા વચ્ચે વરસાદે એન્ટ્રી કરી હતી.

છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો સામનો કરી રહેલા લોકોને વરસાદથી રાહત મળી છે.Decision News ને મળેલ માહિતી મુજબ નર્મદા કિનારે આવેલા વરાછા વડીયા અને ધમનાચા સહિતના અનેક ગામોમાં વાવાઝોડાએ વિનાશ વેર્યો છે.

ભારે પવનના કારણે ગરીબોના કાચા મકાનોના પતરા ઉડી ગયા છે. ખેડૂતોના ખેતરોમાં ઊભા કેળના પાકને પણ મોટું નુકસાન થયું છે. ગ્રામજનોએ સરકાર પાસે તાત્કાલિક નુકસાનનો સર્વે કરાવી રાહત આપવાની માગણી કરી છે.