વાપી: વાપી ખાતે કમિશનરશ્રી વાપી મહાનગર પાલિકાને વાપી નગરપાલિકામાં સમાવેશ ગામોમાં આવેલ ભંગારના ગોડાઉનો ન તોડવા બાબતે વાંસદા ચીખલીના ધારાસભ્ય શ્રી અનંત પટેલ, પીરુ ભાઈ, ખંડુભાઇ, અને મોટી સંખ્યામાં અસરગ્રસ્ત વેપોરીઓ સાથે ગતરોજ આવેદનપત્ર આપી વિરોધ કરવામાં આવ્યો
અનંત પટેલે Decision News ને જણાવ્યુ કે વેપારીઓ ના ભંગારના ગોડાઉનો તોડવા કરતા એમને સાયુ માર્ગદર્શન આપવું જોઈએ વાપીમાં સ્ક્રેપ ગોડાઉનો બનીને આશરે 25 થી 30 વર્ષ થયા છે તે સમયે ગ્રામ પંચાયત અને લોકો ગોદામ બનાવતા હતા તે સમયે ગ્રામ પંચાયતની મૌખિક પરવાનગી મેળવતા હતા. તથા કોઈ ઈસમો લેખિત પરમીશન મેળવી ગોડાઉન બનાવતા હતા. જયારે 2007 માં ડુંગરી ફળીયા વાપી નગર પાલિકામાં સમાવેશ થતા તે સમયે વાપી નગરપાલિકાએ કોઈ વાંધો લીધેલ ન હતો અને ગોડાઉનની આકરણી કરી બધાને કોમર્શીયલ વેરો લેવાની શરૂઆત કરી અને શોપ એકટાબ્સિમેન્ટ સર્ટીફીકેટ પણ આપેલ અને ડીસ્ટ્રીકટ ઈન્ડસ્ટ્રીયલ લાયસન્સ પણ આપવામાં આવેલ અને જેના આધારે અમોને ઈન્ડસ્ટ્રીયલ પાવર આપવામાં આવેલ અને અમો તમામ લોકોએ જી.એસ.ટી. રજીસ્ટ્રેશન મેળવેલ છે. જેટલા પણ ભંગારના ગોડાઉનો બને છે તે બધા પાસે લીગલ દસ્તાવેજ છે સને 2007 થી 2025 સુધી લગભગ 18 વર્ષ સુધી વાપી મહાનગર પાલિકાની ગાઈડલાઈન મુજબ લોકો કામ કરી રહેલા હતા અને થોડા સમય પહેલા વાપી નગરપાલિકા સુચના મુજબ બધા લોકોએ ફાયર શેફટી બોટલ તથા રેતીની કબેટ મીલકતની અંદર રાખેલ છે. પરંતુ જેમ કે વાપી નગરપાલિકા આવતા એમની નજરમાં અમો અવૈધ થઈ ગયેલા અને અમોને થોડો સમય પણ આપેલ નહી કે એમની ગાઈડલાઈન મુજબ અમારા પેપર્સ સાચા કરી શકીએ જયારે વાપી નગરપાલિકાના તમામ સુચનો માનવા પણ વેપારીઓ તૈયાર છે.
વધુમાં કહ્યું કે હાલે આશરે 150 ગોદામો તોડી નાખેલ છે જયારે પણ વેપારીઓ કમિશનર સાહેબને મળવા જય છે તો આપ સાહેબને અમને મળતા નથી જે કારણે અમ અરજદાર પરત ચાલી જતા આવેલા અને અમોને સાચી સલાહ નહી મળવાથી અમો હતાત તથા પરેશાન થઈ ગયેલા છીએ જેથી અમારી નમ્ર અરજ છે કે તમો બધા લોકો ઉપર દયા દ્રષ્ટિ રાખી અમારુ આ નિવેદન સ્વીકારો કારણ કે વરસાદનો સમય નજીક હોય અને એમની પાસે રહેવા માટે જગ્યા નથી અને અન્ય બીજુ કાઈ ઠેકાણુ નથી જેથી અમારા ઉપર દયા કરી અમોને એક વર્ષનો સયમ આપશો તો અમો અમારા તમામ ડોકયુમેન્ટો તમારી ગાઈડલાઈન મુજબ મેળવી શકશે ની રજુઆત કરવામાં આવી

