ભરૂચ: આમોદ તાલુકામાં આવેલા તણછા ગામની સીમમાં આજે જંબુસરથી ભરૂચ તરફ જતી એક એસટી બસ અને સામેથી આવતી ટ્રક વચ્ચે સામસામે અકસ્માત થયો હતો. મળતી માહિતી મુજબ, અકસ્માત એટલો ભયાનક હતો કે બસના આગળના ભાગે ગંભીર નુકસાન થયું હતું અને તેમાં બેઠેલા મુસાફરોને ગંભીર ઇજાઓ થઈ હતી.

Decision News ને મળતી માહિતી પ્રમાણે અકસ્માતમાં સમયે બસમાં અંદાજે 35થી 40 મુસાફરો સવાર હતા. તેમાંના લગભગ 20થી વધુ મુસાફરોને ઇજાઓ થતાં તેઓને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.અકસ્માતના પગલા સ્થાનિક લોકો પણ મદદ માટે દોડી આવ્યા હતાં.

જોકે, પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની ગંભીરતા પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે અને બંને વાહનચાલકોના નિવેદન સહિતની તપાસ હાથ ધરી છે. અકસ્માતને પગલે રસ્તા પર વાહનવ્યવહાર પણ કેટલાક સમય માટે ખોરવાયો હતો.