પારડી: આજરોજ સ્વાધ્યાય મંડળ પારડી ખાતે વલસાડ જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્રારા આયોજીત પુણ્યશ્લોક અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિ વર્ષ નિમિતે “યુવા સંમેલન” ગુજરાત પ્રદેશ ભાજપના વક્તા, સુરત મહાનગર પાલિકાના પૂર્વ મેયર શ્રીમતિ હેમાલીબેન બોગાવાલના માર્ગદર્શનમા તેમજ વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી શિલ્પેશભાઈ દેસાઈ, મહામંત્રી તેમજ કાર્યક્રમના ઈન્ચાર્જશ્રી કમલેશભાઈ પટેલની વિષેશ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

આ પ્રસંગે મહિલા આગેવાન શ્રીમતિ સીતાબેન નાયક, પારડી નગરપાલિકાના પ્રમુખ શ્રી ચેતનભાઈ નાયકા, પારડી નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રીમતિ ફાલ્ગુનીબેન ભટ્ટ, ધરમપુર નગરપાલિકાના પ્રમુખ શ્રી હસમુખભાઈ મોદી, વલસાડ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતિ માલતીબેન ટંડેલ, જીલ્લા મહિલા મોરચા ના પ્રમુખ શ્રીમતિ પ્રવિણાબેન પટેલ, મહામંત્રી શ્રીમતિ અલ્કાબેન દેસાઈ, કાર્યક્રમના સહઈન્ચાજ શ્રી નિલેશભાઈ ભંડારી, જીલ્લા યુવા મોરચાના પ્રમુખ શ્રી સ્નેહિલભાઈ દેસાઈ, મહામંત્રી શ્રી મયંકભાઈ પટેલ, શ્રી પ્રભાકરભાઈ યાદવ, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી પુનિતભાઈ પટેલ, વલસાડ શહેરના પ્રમુખશ્રી દિવ્યાંગભાઈ ભગત, ધરમપુર શહેર પ્રમુખ શ્રી અમીતભાઈ ચોરેરા, વાપી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી સમયભાઈ પટેલ, વાપી શહેર ભાજપ પ્રમુખ શ્રી મનીષભાઈ દેસાઈ, કપરાડા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી વિપુલભાઈ લોયા, ઉમરગામ શહેર ભાજપ પ્રમુખ શ્રી મયંકભાઈ પ્રેસવાલા, પારડી શહેર મહામંત્રી શ્રી અશોકભાઈ પ્રજાપતિ, શ્રી ઝુબીન દેસાઈ,

આ ઉપરાંત જીલ્લા સોશિયલ મીડિયા ઈન્ચાર્જ શ્રી હિતેશભાઈ સુરતી, મંડળના મહામંત્રીશ્રીઓ સહિત વિવિધ ગામોના યુવા સરપંચશ્રીઓ, વિવિધ સામાજીક સંસ્થાના યુવા મિત્રો, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના સભ્યશ્રીઓ, જીલ્લા ના તમામ મોરચાઓના યુવા આગેવાનો, જીલ્લા યુવા મોરચાના હોદ્દેદારો, તમામ મંડળના યુવા મોરચાની ટીમના સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.