વ્યારા: વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણી અંતર્ગત તાપી વહીવટી તંત્ર દ્વારા વ્યારામાં સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે. સયાજી ગ્રાઉન્ડ ખાતે 31 મે ના રોજ સવારે 5:30 કલાકે આ કાર્યક્રમ યોજાશે.
ભારત સરકારના પર્યાવરણ વિભાગે ‘વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત’ (Ending Plastic Pollution Globally) થીમ નક્કી કરી છે. આ થીમને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
સાયક્લોથોનમાં ભાગ લેવા માટે તમામ નાગરિકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. સહભાગી થવા ઇચ્છતા લોકોએ https://forms.gle/G5yn6d1Sc6g5bmNy8 લિંક પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. વહીવટી તંત્રે પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવા અને પર્યાવરણ બચાવવાના સંકલ્પ સાથે વધુમાં વધુ લોકો જોડાય તે માટે અપીલ કરી છે.

