તાપી: તાપીના નિઝર તાલુકાના વાંકા ગામના આદિવાસી ફળિયામાં રહેતા બે ભાઈઓ સાથે ઓનલાઈન ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. સાગરભાઈ વિજયભાઈ પાડવી અને તેમના ભાઈ ધનરાજભાઈના સંયુક્ત બેંક ખાતામાંથી કુલ 7500 રૂપિયાની ઉચાપત થઈ છે.
ગત 14 મે 2025ના રોજ ધનરાજભાઈના મોબાઈલ પર એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો. ફોન કરનારે તેમને જણાવ્યું કે તેમનું પાર્સલ આવ્યું છે. આ માટે OTP આપવાનું કહ્યું હતું. ધનરાજભાઈએ OTP આપ્યા બાદ તેમના સંયુક્ત ખાતામાંથી બે વખતમાં પૈસા ઉપડી ગયા હતા.
Decision News ને મળેલ માહિતી મુજબ પ્રથમ વખતે 5000 રૂપિયા અને બીજી વખતે 2500 રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા.નિઝર પોલીસે આ મામલે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે.

