રાજપારડી: ત્રણ દિવસ પહેલા રાજપારડીમાં ધોરણ ૯માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કે જે હવે 10 માં ધોરણમાં આવશે તેને શાળાના શિક્ષકે વેકેશનમાં ટ્યુશનમાં બોલાવીને વારંવાર છેડતી કરી અનેક રીતે બિભત્સ અડપલા કરતો જે વર્ણી શકાય તેમ નથી. આ બાબતની ફરિયાદ વિદ્યાર્થિનીએ તેની માતાને કરી. છોકરીના પિતા જે તે શિક્ષકના ઘરે આ બાબતની રજૂઆત કરવા જતા શિક્ષક અને એના મળતિયાઓએ છોકરીના પિતાને ઢોર માર માર્યાની ઘટના પ્રકાશમાં આવી છે।
આ શિક્ષકે ભૂતકાળમાં ૧૦-૧ર વિદ્યાર્થિનીઓ સાથે આવુ દુષ્કર્મ કરેલ છે. આ ઘટનાની ફરિયાદ રાજપારડી પોલીસ સ્ટેશનમાં થતા શિક્ષકની ધરપકડ કરવામાં આવી પરંતુ ગુનાહમાં પડદો પાડવા માટે કોઈના કોઈ કારણોસર વિલંબ કરવામાં આવી રહ્યો હતો. જે બાબતની રજૂઆત મેં ભરૂચ જિલ્લા એસ.પી ને કરી જેઓ પણ રાજપારડીના પી.આઈ નું ઉપરાણું લેતા હોય એમ મને લાગ્યું. ભૂતકાળમાં પણ એક હિન્દુ છોકરીને મુસ્લિમ છોકરી મુંબઈ ભગાડી ગઈ હતી જે બાબતની ફરિયાદ છોકરીના પિતાએ કરી હતી જે તે બાબતને પણ રાજપારડી પો.સ્ટે. ના પી.આઈ. એ ભીનું સંકેલી લીધું હતું. આ ઉપરાંત ૧૦-૧૫ દિવસ પહેલા સારસા ગ્રામ પંચાયતના તલાટી પર કેટલાંક અસામાજિક તત્વોએ ખંજર વડે જીવલેણ હુમલો કર્યો હતો આવા ગંભીર પ્રકારના ગુનેગારો સામે પણ પી.આઈ. એ સામાન્ય એફ.આઈ.આર કરી હતી જેના કારણે ગુનેગારો જામીન પર બે દિવસમાં છૂટી ગયા હતા.
‘રાજપારડી પોલીસ સ્ટેશનના પી.આઈ હંમેશા આવી ઘટનાઓમાં ગુન્હેગારોની તરફદારી કરે છે એવા અનેક કિસ્સાઓ છે. આ ઘટનામાં પણ ભૂતકાળની ઘટનાઓની જેમ ભીનું સંકેલી ના લેવાય એ માટે ભરૂચ ડી.એસ.પી સાહેબને મેં ટેલિફોનિક માધ્યમ થી ધ્યાન દોર્યું છે. હું આશા રાખું છું કે શિક્ષણ જગત સાથે જોડાયેલા ગુરુ સમાન શિક્ષકો દ્વારા દીકરી સમાન વિદ્યાર્થીનીઓ સાથે ભવિષ્યમાં આવા ગંભીર પ્રકારના કૃત્ય કરવામાં ન આવે તે માટે આવા શિક્ષકોની સામે કડક કાર્યવાહી થાય તેવી હું જીલ્લા પોલીસ વડા પાસે આશા રાખું છું.’ મનસુખ વસાવા

