પારડી: વીજ કરંટ લાગવાના કારણે મૃત્યુ પામેલ પારડી તાલુકાનાં અંબાચ ગામના આંગણવાડી વર્કર સ્વ.ગીતાબેન પટેલને અન્યાય સામે ન્યાય અપાવવા ધારાસભ્ય અનંતભાઈ પટેલ આંગણવાડી વર્કર બહેનોને સાથે લઈ મેદાનમાં ઉતરી ચૂક્યા છે.
Decision News સાથે વાત કરતાં અનંત પટેલ જણાવે છે કે અમે પારડી તાલુકાના અંબાચ ગામમાં તંત્રની બેદરકારીના કારણે વીજ કરંટ લાગતાં મૃત્યુ પામેલ આંગણવાડી વર્કર સ્વ.ગીતાબેન પટેલનના પરિવારની સ્થાનિક આગેવાનો અને આંગણવાડી વર્કર બહેનો સાથે ઘરે જઈ એમની મુલાકાત કરી હતી. ખરેખર ખૂબ જ દુખ દાયક ઘટના છે. ગીતાબેન પટેલે તંત્રની ઘોર નિષ્કાળજીના લીધે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અમે એમાંના ન્યાય માટે લડીશું.
આ ઉપરાંત મને ત્યાંના સ્થાનિક આંગણવાડી વર્કર બહેનો દ્વારા પણ બહેનોને પડતી મુશ્કેલીની રજૂઆત કરવામાં આવી આ બાબતે પણ હું ધ્યાન આપી રહ્યો છુ આવનારા દિવસોમાં હું આ બહેનોના પ્રશ્નોને લઈને તંત્ર સામે ઊભો રહીશ એમાં બેમત નથી.

