માંડવી: થોડા સમય પેહલા ધોરણ 10 અને 12 ના બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં સુરત જિલ્લામાં સૌથી વધુ વિધાર્થીઓ ઉતીર્ણ થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા.સુરત જિલ્લાના માંડવી તાલુકાના વિસ્તારમાં ભીલ વસાવા સમાજના લોકો વધુ વસવાટ કરતા હોય છે.

ભીલ વસાવા સમાજ એટલે એ સમાજ જે ભૂતકાળ ન વરસોમાં શિક્ષાથી વંચિત રહ્યો, પરંતુ જ્યારે તેમને શિક્ષાનું અવસર મળ્યું ત્યારે તેમણે તેનો પૂરો ફાયદો મેળવ્યો.હાલમાં માંડવી તાલુકામાં ભીલ વસાવા સમાજના વિધાર્થીઓ વધુ સંખ્યામાં ઉતીર્ણ થયા ત્યારે તે વિધાર્થીઓના ભવિષ્યની ચિંતા સમાજના આગેવાનોને થતા તેઓએ માંડવીના તડકેશ્વરમાં ભીલ વસાવા સમાજ આગેવાનો દ્વારા બાળકોના ભવિષ્ય માટે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન તડકેશ્વર બિરસા મુંડા ભવનમાં રાખવામાં આવ્યું હતું.

Decision News ને મળેલ માહિતી મુજબ આ કાર્યક્રમમાં મેહમાન તરીકે યુ.બી. વસાવા સાહેબ , અજય એમ વસાવા , માનનીય રિટાયર્ડ કલેક્ટર શ્રી જગતસિંહભાઈ વસાવા, પ્રોફેસર શ્રી કનુભાઇ વસાવા, ડો.કુંદનભાઇ વસાવા જેવા અનેક સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા .