વાંસદા: HSB-બિલ્ડર હિરેન ભાઈ બથવાર પોતાના જન્મ દિવસની ઉજવણીમાં ગરીબો અને જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ અને રોકડ સહાય મદદ કરી માનવતાની મિશાલ ઉભી કરી દીધી હતી અને સમાજ માં પણ એક ઉત્તમ ઉદાહરણ બેસાડ્યો હતો.

વાંસદા તાલુકાના વાઘાબારી ગામે વ્યારાના HSB બિલ્ડર્સ હિરેન ભાઈ બથવારે ગરીબ વિદ્યાર્થીઓ સાથે જન્મ દિવસની ઉજવણી કરી હતી આજે પણ ઘણા એવા લોકો છે કે તેમને પોતાના જન્મ દિવસ નો ખર્ચ જરૂરિયાત મંદ લોકો સાથે વાપરતા હૉય છે પણ અમુક સમાજ સેવા વિચારધારા ધરાવતા વ્યક્તિ પોતાનું કર્તવ્ય નિભાવવા માટે અલગ-અલગ આયોજન કરતાં હોય છે જ્યારે વાઘાબારી ગામે ગ્રામ પંચાયત ખાતે વિદ્યાર્થીઓ સાથે જન્મ દિવસની ઉજવણીનું આયોજન કર્યું હતું જેમાં ત્યાં ઉપસ્થિત નવસારી જિલ્લા હ્યુમન રાઈટ પ્રેસિડન્ટ વૈશાલી પટેલ દ્વારા મોર પીંછ આપી હિરેન ભાઈનું સ્વાગત કર્યું હતું.

ત્યાર બાદ માતા પિતા વિહોણા બાળકોને શિક્ષણ કીટ તેમજ રોકડ રકમ આપીને જન્મ દિવસની અનોખી ઉજવણી કરી હતી જ્યારે હિરેન ભાઈ સેવા ભાવી વ્યક્તિ છે જે વિવિધ ધાર્મિક કાર્યમા સાથે લોક સેવા જેવા કાર્યમાં સતત તેમની હાજરી પણ જોવા મળે છે ત્યારે તેમના જન્મ દિવસની ઉજવણી જીવન ના મહત્વનું ઉદાહરણ પૂરુ પાડ્યુ હતું જેમાં વિદ્યાર્થીઓના વ્હારે આવીને મદદરૂપ થઈને જીવતું-જાગતું ઉદાહરણ પૂરું પાડ્યું છે સાથે-સાથે માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું સેવાભાવિ યુવાન હિરેન ભાઈ પ્રત્યે ગ્રામજનોએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.