વલસાડ: વલસાડ પોલીસે 28 વર્ષથી ફરાર હત્યાના પ્રયાસના આરોપીની ધરપકડ કરી છે. આરોપી રામકરણ વિજય પાલને ઉત્તર પ્રદેશના પ્રતાપગઢથી પકડવામાં આવ્યો છે. વર્ષ 1997માં ઉમરગામમાં એક કન્ટેનર ડ્રાઈવર અને સ્કૂટર ચાલક વચ્ચે ઝઘડો થયો હતો.
Decision news ને મળેલી માહિતી મુજબ આરોપીએ ગુસ્સામાં આવીને સ્કૂટર ચાલક પર કન્ટેનર ચઢાવી દીધું હતું. આ ઘટનામાં સ્કૂટર ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો.ઉમરગામ પોલીસ સ્ટેશનમાં IPC કલમ 307 અને 114 હેઠળ ગુનો નોંધાયો હતો. આરોપી ઘટના બાદથી ફરાર થઈ ગયો હતો.
વલસાડ એસપી ડૉ. કરનરાજ વાઘેલા અને DySP બી.એન.દવેના માર્ગદર્શનમાં ચાલી રહેલા વિશેષ અભિયાન અંતર્ગત ભીલાડ પોલીસને મળેલી બાતમીના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી. આરોપી રામકરણ સનાતપુર પટ્ટીખેડ, પ્રતાપગઢ (ઉત્તર પ્રદેશ)નો રહેવાસી છે. પોલીસે આરોપીને કાયદાના હવાલે કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

