ધરમપુર: આજરોજ વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રાલય ભારત સરકાર દ્વારા 22 મેં 2025 થી 5 જુન 2025 દરમિયાન “Ending Plastic Pollution Globally” વિષય ઉપર પખવાડીક ઝુંબેશની શરૂવાત કરવામાં આવી છે.

આ કાર્યક્રમ અંતર્ગત ધરમપુર નગરપાલિકા દ્વારા ધરમપુર નાગરપાલિકા સંચાલિત સ્પોર્ટસ કોમ્પેક્ષ ખાતે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ – અંગે નગરજનો ને શપથ લેવડાવવામાં આવી, ત્યાર બાદ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ અંગે રેલી કાઢવામાં આવી. જેમાં લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ, ખોબા કાર્યકર્તાઓ, કાર્યક્રમમાં નગરજનો, તેમજ નગરપાલિકાનાં કર્મચારી ગણ ઉપસ્થિત રહ્યા હતા.

આ રેલી દરમિયાન શહેરમાં “ચાલો આપણે જવાબદાર બનીએ અને ધરમપુર શહેર ને પ્લાસ્ટિક મુક્ત બનાવીએ.”ના નારા ગુંજી ઉઠયા હતા. આ ઝુંબેશની અઠવાડીયા સુધી ચાવવાની છે જેમાં દુકાનોના ખરાબ પ્લાસ્ટિકની નાબૂદી માટે રેડ પણ પાડવામાં આવી રહી છે