ધરમપુર: ગતરોજ ધરમપુર-કપરાડા વિસ્તારમાથી રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાના રમતવીરો ઊભા કરવાના લક્ષ્ય સાથે ઉડાન સ્પોર્ટ્સ એકેડમી ધરમપુર દ્વારા ક્નોસા પ્રાઇમરી સ્કૂલ બિલબુડી ધરમપુર ખાતે એક મહિના સુધી સ્પોર્ટસ સમર કેમ્પ યોજવામાં આવ્યો હતો.

આ સમર કેમ્પમાં બહોળા પ્રમાણમાં વિવિધ વયજૂથના ખેલાડીઓએ ભાગ લીધો હતો. એકેડીમી સંચાલક શ્રી શાંતિલાલ ભોયા અને એમની ટીમ દ્વારા ખેલાડીઓને શારીરિક વ્યાયામ અને એથ્લેન્ટિક્સ કબડ્ડી ખો ખો વગેરે રમતોનું કૌશલ્યપૂર્વક કોંચિંગ પૂરું પાડવામાં આવ્યું હતું.

Decision News ને મળેલી માહિતી મુજબ ક્નોસા સ્કૂલના આચાર્ય સિસ્ટર એસ્પરન્સના પ્રમુખ સ્થાને આ સમર કેમ્પનો સમાપન કાર્યક્રમ આપવામાં આવ્યો હતો જેમાં કન્યા અને કુમાર માટે વિવિધ રમતો સ્પર્ધાઓ યોજવામાં આવી હતી અંતે વિજેતા ખેલાડીઓ અને ટીમોને પ્રમાણપત્ર મેડલ અને શિલ્ડ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.