ઉમરપાડા: ઉમરપાડામાં અનેકવાર ગંદકીના પ્રશ્નો ઉભા થતા હોય છે ઉમરપાડામાંથી પસાર થતી ગટરની લાઈનો કેટલીક વાર બહાર ખુલ્લી દેખાતી હોય છે અનેકો વાર ડિસિઝન ન્યુઝ આ પ્રકારના દ્રશ્યોને લોકો સામે પડતા મૂકતા હોય છે પરંતુ જાણે ઉમરપાડાનું તંત્ર બેદરકાર થવા માંડયું હોય એવા દ્રશ્યો જોવા મળતા હોય છે ત્યાંરે ફરી એકવાર ઉચવાણ ગ્રામ પંચાયતના ચીરપણ ફળિયામાં ગટર ખુલ્લી મુકાતા ગ્રામજનો એ પ્રશ્નોનો પહાડ ઊભો કર્યો છે.
Decision news ને મળેલી માહિતી અનુસાર ઉચવાણ ગ્રામ પંચાયતના ચીરપણ ફળિયામાંથી પસાર થતી ગટર લાઈનને સ્ટેટ હાઇવેની બાજુમાં ખુલ્લી મુકાતા ગંદુ પાણી સ્ટેટ હાઇવે પરથી પસાર થતું છે જે ત્યાંથી પસાર થતાં હજારો યાત્રીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે એનથી પર વધારે મહત્વ કે આ ગટર લાઈન જ્યાંથી પસાર થાય છે અને ખુલ્લી મુકવામાં આવી છે ત્યાંથી માત્ર 100 થી 50 મીટરના અંતરે ઉમરપાડા તાલુકા મથકનું બસ સ્ટેન્ડ આવેલું છે જેમાં દિવસના હજારો યાત્રીઓ સહારો લેતા હોય છે જો આ ગટર આમને આમ ખુલ્લુ રહેવા દેવામાં આવે તો ભવિષ્યમાં રોગચાળો ફાટી નીકળવાની શક્યતા ઘણી છે.
ગ્રામજનોએ આની રજૂઆત અનેકવાર પંચાયતમાં કરી પરંતુ પંચાયત જાણે ઊંધા કાને બેસી અજાણ બનતી હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યાંરે નજદીક વસતા યોગેશભાઈ વસાવા એ જણાવ્યું કે આ ગટર છેલ્લા એક વર્ષથી ખુલ્લી મુકવામાં આવી છે ચોમાસામાં શિયાળામાં અને ઉનાળામાં ત્રણેય ઋતુમાં ગટર ખુલ્લી મુકાયલી જોવા મળતી હોય છે જો આમને આમ આ ગટરને ખુલ્લી રહેવા દેવામાં આવી તો આસપાસ વસતા ગ્રામજનોને ભવિષ્યમાં રોગચાળાનો સામનો કરવો પડશે અને તે દ્રશ્ય ઘણા ભયંકર હશે જેથી વહેલી તકે આ ગટરનું સમારકામ કરી એની યોગ્ય સ્થાને પહોંચાડવી એ જ અમારી માંગ છે… હવે ઉમરપાડાનું તંત્ર કયા પગલાં લેશે તે જોવાનું રહ્યું ?

