VTV ફોટોગ્રાફ

વડોદરા: VTV સાથે વાત કરતાં એક યુવતીએ આક્ષેપ કર્યો છે કે નંદેસરીના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ગોહિલના દીકરા અનિરુદ્ધસિંહ ગોહિલે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું. એટલું જ નહિ દુષ્કર્મ પછી યુવતી ગર્ભવતી થતાં ગર્ભપાત કરાવડાવ્યો હતો.

પીડિતાએ VTV સમક્ષ પોતાનું દુઃખ ઠાલવતા કહ્યું કે ‘હું ગર્ભપાત નહિ કરાવું, તેઓ ગર્ભપાત માટે દબાણ કરી રહ્યા હતા. તમને મને કહ્યું કે ઘર મૂકતો જાઉ અને પછી હાઇવે સુધી મને મારતા-મારતા લઈ ગયા. પછી અનિરુદ્ધે મામાને બોલાવ્યા, અનિરુદ્ધનો મિત્ર આવ્યો, બંને બંદૂક લઈને આવ્યા. પછી મને જબરદસ્તી રાજ નર્સિંગ હોસ્પિટલ લઈ ગયા અને તેના મામા-મામી, મમ્મી-પપ્પા અને તેના મિત્રો એમ 7-8 લોકો આમાં ઇન્વોલ્વ છે’

પીડિતાએ વધુમાં કહ્યું, ‘ત્યાં(હોસ્પિટલ) લઇ જઈને મારુ ગર્ભપાત કરાવ્યું. ગત મહિનાની 14, 15, 16 સુધી મને ત્યાં રાખી. પછી મને ઘરે મૂકી ગયા અને કહ્યું તારે જે કરવું હોય તે કરી લે અને જો તે બહાર વાત કરી તો તેને મારી નાખીશ. આ બાદ હું ઘણો સમય ડિપ્રેશનમાં રહી અને આ 13 તારીખે હું હોસ્પિટલમાં એડમિટ પણ થઈ હતી. 14 તારીખે મે ફરિયાદ પણ કરી, પરંતુ હજુ સુધી આરોપીઓ આણંદમાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે.’