નવીન: CISF ના સબ-ઇન્સ્પેક્ટર ગીતા સામૌટાએ દુનિયાની સૌથી ઊંચી ચોટી Mount Everest (8,849 મીટર) પર તિરંગો ફરકાવીને ઇતિહાસ રચ્યો છે. તેઓ આવું કરનારી CISFની પ્રથમ અધિકારી બની ગયાં છે.આ સિદ્ધિ તેમના ‘સેવન સમિટ્સ’ (દુનિયાની 7 સૌથી ઊંચા શિખરોને સર કરવા)ના સપનાનો ભાગ રહી છે, જેની શરૂઆત તેમણે 2019માં ઉત્તરાખંડની માઉન્ટ સતોપંથ ચોટી પર ચઢાણ સાથે કરી હતી. તે સમયે તેઓ કેન્દ્રીચ સશસ્ત્ર પોલીસ દળ (CAPF)માં હતાં અને ત્યાં પણ આવું કરનારી પ્રથમ મહિલા બન્યાં હતાં.ITBP (ઇન્ડો-તિબેટિયન બૉર્ડર પોલીસ)ના ઓલી સ્થિત પર્વતારોહણ સંસ્થાનમાંથી તાલીમ લીધા પછી, ગીતાએ તે જ વર્ષે નેપાળની માઉન્ટ લોબુચે પર પણ ચઢાણ કર્યું.
કોવિડ મહામારી પણ તેમના ઉત્સાહને રોકી શકી નહીં -તેમણે 2021 થી 2022ની વચ્ચે માત્ર 6 મહિના અને 27 દિવસમાં ચાર વધુ ચોટીઓ સર કરી: Kosciuszko (ઓસ્ટ્રેલિયા, 2,228 મીટર) Elbrus (રશિયા, 5,642 મીટર) Kilimanjaro (તાંઝાનિયા, 5,895 મીટર)અને હવે 2025માં તેમણે પોતાના અભિયાનનું સૌથી મોટું સપનું પૂરું કર્યું. —Mount Everestની ચોટી પર તિરંગો લહેરાવ્યો.રાજસ્થાનના સીકર જિલ્લાના ચક ગામના વતની ગીતાએ ચાર બહેનો સાથે એક સાધારણ જીવન જીવતા મોટા સપના જોયા. બાળપણમાં તેમણે ઘણી વખત છોકરાઓની સિદ્ધિઓની કહાનીઓ સાંભળી, પરંતુ છોકરીઓની નહીં. અહીંથી જ તેમનામાં કંઇક અલગ કરી બતાવવાની અદમ્ય ઈચ્છા જાગી.કોલેજમાં તેઓ હોકીના ઉત્તમ ખેલાડી હતાં, પરંતુ ઈજાને કારણે રમત છોડવી પડી અને 2011માં CISFમાં જોડાયાં. તે સમયે CISF પાસે પર્વતારોહણની કોઈ સમર્પિત ટીમ નહોતી.
પરંતુ ગીતાએ તેને એક અવસર તરીકે લીધો અને 2015માં ITBPના તાલીમ કોર્સમાં સામેલ થનારી એકમાત્ર મહિલા બન્યાં.ગીતાને તેમના સાહસ અને સિદ્ધિઓ માટે ઘણા પુરસ્કારો મળ્યા છે: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પુરસ્કાર 2023 (દિલ્હી મહિલા આયોગ) “ગિવિંગ વિંગ્સ ટુ ડ્રીમ્સ અવૉર્ડ 2023” (નાગરિક ઉડ્ડયન મંત્રાલય)CISFએ હંમેશા તેમના અભિયાનોને સમર્થન આપ્યું. આર્થિક મદદથી લઈને દરેક મિશન માટે મંજૂરી સુધી. મંગળવારે CISFના ડીજીએ ગીતાને અભિનંદન આપતા કહ્યું, “તેઓ ભારતના યુવાનો માટે પ્રેરણા છે અને સમગ્ર પરિવારનું ગૌરવ છે.”હવે CISF 2026માં પોતાની પ્રથમ સંપૂર્ણ પર્વતારોહણ ટીમને Mount Everest મોકલવાની યોજના બનાવી રહી છે.ગીતા સામૌટાએ સાબિત કરી દીધું કે જો ઈરાદા બુલંદ હોય, તો કોઈ શિખર ઊંચું નથી.

