ચીખલી: આજરોજ 10 વાગ્યાની આસપાસ ચીખલી તાલુકાનાં બહુ ચર્ચિત CHCમાં રૂપિયા ઉઠાંતરીના કેસમાં નવી અપડેટ આવી છે હાલમાં ચીખલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં 1.64 કરોડની ઉચાપત: મુખ્ય આરોપી મહિલા અધિક્ષક ડો. દક્ષાબેન પટેલની ગાંધીનગરથી ધરપકડ કરી લેવામાં આવી છે.

નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં મોટું આરોગ્ય કૌભાંડ સામે આવ્યું હતું. ચીખલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં 1.64 કરોડ રૂપિયાની ઉચાપત પ્રકરણમાં મુખ્ય આરોપી હોસ્પિટલના અધિક્ષક ડો. દક્ષાબેન પટેલની ગાંધીનગરથી ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ગાંધીનગર ઓડિટ ટીમે સમગ્ર કૌભાંડની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મુખ્ય આરોપી તરીકે ડો. દક્ષાબેન પટેલનું નામ સામે આવતા હોસ્પિટલ આલમમાં ખળભળાટ મચી ગયો છે.

Decision News ને મળેલી માહિતી મુજબ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હોસ્પિટલના બિલો અને ઓફિસના સરકારી રેકોર્ડ ગાયબ કરવામાં આવ્યા છે. તપાસ ટીમ હવે આ રેકોર્ડ કોણે ગાયબ કર્યા તે દિશામાં તપાસ કરી રહી છે. આ કૌભાંડમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે. ત્યારે હવે ડો. દક્ષાબેન પટેલની ગાંધીનગરથી ધરપકડ કરી લેતા હવે કેસમાં નવા નવા કૌભાંડીઓના નામ ઉમેરાશે અને કેસમાં નવો વળાંક આવશે એમાં બેમત નથી.