અંકલેશ્વર: આજરોજ અતુલ ફાઉન્ડેશન અંકલેશ્વર દ્વારા નવા તરીયા અને જુના દીવાની જર્જરિત થયેલી આંગણવાડીની રીનોવેશન કામગીરી કરી આપવામાં આવી હતી. જેને લઈને બાળકોમાં અને ગ્રામજનોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી.

અતુલ ફાઉન્ડેશન અંકલેશ્વર નવા તરીયા અને જુના દીવામાં આંગણવાડીનું કામ રીનોવેશન સીવીલ વર્ક, કલરકામ અને આર્ટ પ્રિન્ટીંગ કરી આપવામાં આવ્યુ. જિલ્લા પ્રોગ્રામ ઓફિસર કાશમીરાબેને જણાવ્યું અતુલ ફાઉન્ડેશનની સરાહનીય કામગીરીથી બાળકો હોંશે હોંશે આંગણવાડીમાં આવતા થયા છે. જે અમારા માટે ખુબ મોટી સિધ્ધિ છે. આપની ઉત્તમ અને સહકારની ભાવનાથી અમે ગર્વ અનુભવીએ છે અને આપનો હ્નદયથી ખુબ ખુબ આભાર માનીએ છીએ.

ખાસ કરીને અતુલ ફાઉન્ડેશન અને અતુલ કંપનીના સાહેબશ્રી પ્રવીણ મોરે સાહેબ અને સલીમ કડીવાલા સાહેબનો અમે દિલથી આભાર વ્યક્ત કરીએ છે. આપના તરફથી અમને આગળ પણ મદદ મળતી રહેશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ