રાજકોટ: ગઈકાલે રાજકોટ શહેર પોલીસના એ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ આવતા રાજકોટ મહાનગરપાલિકામાં લોકશાહી ઢબે શિસ્તબધ્ધ રીતે રજૂઆત કરવામાં આવશે એ પ્રકારે પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિત રજૂઆતો કરવામાં આવી હતી ત્યારે આજે ત્રિકોણ બાગ ખાતે પોલીસે હજુ રજૂઆત કરવા કોંગ્રેસના આગેવાનો જાય એ પહેલા ડીટેઇન કરી લેવામાં આવ્યા હતા.

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ શહેરમાં બનેલ TRP ગેમ ઝોનમાં 27 માનવ જિંદગી હોમાઈ ગઈ હતી. અને તેમના પરિવારને આજ દિન સુધી ન્યાય મળ્યો નથી તત્કાલીન સમયે અવારનવાર લેખિત રજૂઆતો અને મૌખિક રજૂઆતો કરેલ હતી ત્રણ દિવસના ત્રિકોણબાગ ખાતે ઉપવાસ પણ કરવામાં આવેલ હતા અને 27 લોકોના મૃત્યુ થયેલ તેના વારસદારોમાંથી એક વ્યક્તિને નોકરીની માંગ કરવામાં આવેલ હતી અને TRP ગેમ ઝોન કોના હુકમથી ઉભો કરાયો હતો તે અધિકારી કે પદાધિકારીઓ ઉપર આપે શું કાર્યવાહી કરી તેનો આજ દિન સુધી જવાબ મળેલ નથી અવસાન પામેલ વારસદારને નોકરી મળી કે કેમ તેનો પણ કોઈ જવાબ મળેલ નથી આ ગેમ ઝોન કોના આશીર્વાદથી ચાલુ હતું તેનો પણ કોઈ જવાબ મળેલ નથી, તત્કાલીન ટીપીઓ સાગઠીયાએ 260 (2) મુજબની નોટીસ આપી હતી. તેમ છતાં TRP દૂર કરવામાં આવ્યો નહોતો. દૂર કરવા માટેનો હુકમ કરેલ હતો તે હુકમ કોના કહેવાથી અટકાવવામાં આવેલ, આ હુકમ કરનાર સામે આજ દિન સુધી કોઈ પગલા લીધા છે કે કેમ તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી..વગેરે પ્રશ્નો સરકાર સામે ઊભા કરવામાં આવ્યા હતા.

આજના દેખાવો કાર્યક્રમમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા ની આગેવાની હેઠળ સંજયભાઈ અજુડીયા, જશવંત ભટ્ટી, ડી પી મકવાણા, ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, રણજીતભાઈ મુંધવા, દિલીપભાઈ આસવાણી, કોર્પોરેટર કોમલબેન ભરાઈ, નયનાબા જાડેજા, અજીતભાઈ વાંક, જયાબેન ટાંક, મનીષાબા વાળા, જસુબા વાંક, ગીરીશભાઈ પટેલ, નાગજીભાઈ વિરાણી, બાવકુભાઈ ઉંધાડ, જીગ્નેશ ભાઈ પાટડીયા, મયુરભાઈ શાહ, કંચનબેન વાળા, હરેશભાઈ ભારાઈ, રાજુભાઈ આમરાણીયા, રહીમભાઈ સોરા, યજ્ઞેશભાઈ દવે, અજીતભાઈ વાંક, જગાભાઈ મોરી, પ્રભાતભાઈ ડાંગર, ચિંતનભાઈ દવે, જીતુભાઈ ઠાકર, ગજેન્દ્રસિંહ ઝાલા, સુરેશભાઈ ગેરૈયા, સલીમભાઈ કારિયાણી, રસિકભાઈ ભટ્ટ, ગૌરવભાઈ પુજારા સહિતના આગેવાનો જોડાયા હતા.