ગુજરાત: IPS હસમુખ પટેલ દ્વારા GPSC દ્વારા ડ્રગ્સ ઈન્સ્પેક્ટરના ઈન્ટરવ્યૂ રદ કરવાનો નિર્ણય લેવામાં આવતા આદિવાસી સમાજના બ્રાન્ડ નેતા ચૈતર વસાવાએ ગંભીર આક્ષેપો કરતાં કહ્યું કે, ‘હસમુખ પટેલનું જાતિવાદી વલણ છે અને તેમને ચેરમેન પદ પરથી દૂર કરો’ ની માંગ કરી છે.
ચૈતર વસાવાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, GPSCના ઇન્ટરવ્યૂમાં SC-ST ઉમેદવારોને માત્ર 20થી 35 ગુણ અને EWS કેટેગરીના ઉમેદવારોને 70થી 90 ગુણ આપવામાં આવ્યા છે. આના કારણે તેઓ પસંદગી પામ્યા છે. લેખિત પરીક્ષામાં ટોપ-10માં રહેલા ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં ઓછા ગુણ આપી નાપાસ કરાયા છે. છેલ્લાં દસ વર્ષમાં જેટલી પણ ભરતી કરવામાં આવી છે એમાં SC-ST અને OBCના ઉમેદવારો સાથે GPSCના ચેરમેનો અન્યાય કરવામાં આવ્યો છે. હસમુખ પટેલના કાર્યકાળ દરમિયાન થયેલી તમામ ભરતીની તપાસ કરવામાં આવે.
વધુમાં ચૈતર વસાવાએ કહ્યું કે, હસમુખ પટેલ સુરતમાં IPS તરીકે ફરજ બજાવતા હતા તે સમયથી જ તેમનું જાતિવાદી વણલ રહ્યું છે. તેમણે જ્યાં કામ કર્યું ત્યાં જાતિવાદી વલણ જ રાખ્યું છે. કમિટીના કેટલાક સભ્યો અમદાવાદમાં એક દિવસ પહેલાં મોક ઈન્ટરવ્યૂ રાખીને ચોક્કસ ઉમેદવારોને સવાલોની તાલીમ પણ આપે છે. IPS હસમુખ પટેલે ચેરમેન પદ પરથી દૂર કરો. માગણીઓ ન સ્વીકારાય તો ભૂતકાળ અને વર્તમાનના ઉમેદવારો સાથે GPSC કચેરી સામે આંદોલન કરીશું.

