ભરુચ નેત્રંગ: SRF ફાઉન્ડેશન ગ્રામીણ ભારતના વિધાર્થીઓ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે. ગ્રામીણ શિક્ષણ કાર્યક્રમ (REP) અંતર્ગત્ શાળાઓના ભૌતિક પરીવર્તન માટે કામ કરે છે, મુખ્ય શિક્ષકના નેતૃત્વ કાર્યક્રમ, શિક્ષકના ક્ષમતા નિર્માણ કાર્યક્રમ, શૈક્ષિણક સંવર્ધન કાર્યક્રમ, સહ- અભ્યાસિક પ્રવૃતિઓ તથા કાર્યાત્મક વિજ્ઞાન અને કોમ્પ્યુટર લેબનું નિર્માણ, સમુદાય જોડાણ અને સ્થાનિક સરકારી સંસ્થાઓ સાથે રહીને કામ કરે છે.

શિક્ષણ નીતિઓ પર ચર્ચા કરવા, આદિવાસી બાળકો દ્વારા સામનો કરવામાં આવતા પડકારોનો સામનો કરવા અને ગુણવત્તાયુક્ત શિક્ષણની પહોંચ સુધારવા માટે અસરકારક હસ્તક્ષેપો અમલમાં મૂકવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડી લોકોમા જાગૃતતા માટે, SRF ફાઉન્ડેશન, માટે મે-2025 થી જુન -2025 દરમિયાન નેત્રંગ તાલુકાની 18 શાળાઓ અને 37 આંગનવાડી કેંદ્રોને અને 16 ગામોને વધુ સશક્ત બનાવા અને ગામ અને સમુદાયમા પોતિકા પણાની ભાવના કેળવાઇ અને જવાબદારી સમજી શાળા અને આંગણવાડીના વિકાસમા સહભાગી થાય અને ગામની આદર્શ આંગણવાડી અને શાળાનુ નિર્માણ થાય એ હેતુથી નેત્રંગ તાલુકાના 18 ગામોમા પંચાયત, ગામના લોકો, શાળા પરિવાર, અને આંગનવાડી કર્યકર બેહેનો અને સાથે SRF ફાઉન્ડેશનના સહયોગથી સમુદાય મિટિંગનુ આયોજન કરવામા આવ્યુ છે.

અત્યાર સુધીમા ઉમરખાડા, મોટમાલપોર, વિજયનગર, મોરિયાણા, ખારેથા, મોટેજાબુડા હાથકુંડી, રજવાડી, જુના નેત્રંગ, કાંટીપાડા અને પંચસિમ ગામમા સમુદાય બેઠકોનું આયોજન કરવામા આવ્યુ છે. ગામના લોકોને ગામની શાળા અને આંગણવાડી માટે શું જબાવદારી છે, શાળા વિકાસમાં સહભાગીદારી વધારવાની, આંગણવાડીના વિકાસ માટે સરપંચ, બાળકોના માતા-પિતા, ગામના લોકો ,શિક્ષકો, શાળાની એસ એમ સી અને સ્થાનિક સંસ્થા ખૂબ જરૂરીયાતની આ મીટિંગમાં ચર્ચા કરાઇ હતી અને સરપંચ દ્વારા આંગણવાડીના મકાનનું બાંધકામ, બાઉન્ટરી વોલનું કલરકામ અને MDMના મકાનનાં કામની જવાબદારી લીધી હતી. તેમજ શાળાના આચાર્ય દ્વારા સ્કૂલ કેમ્પસ ગાર્ડન માટે કેટલાક સાધનો, બાળકો માટે ચંપલ સ્ટેન્ડ, પેનડ્રાઈવ, પાણીના જગ જેવી વ્યવસ્થા પૂરી પાડવાની જવાબદારી લીધી હતી.