નવસારી: નવસારીમાં રવિવારે એક યુવાન ચાલુ મોપેડ ઉપર હાથ છોડી અવનવા કરતબ કરતો કાર ચાલકે વીડિયો સોશિયલ મીડિયામાં વહેતો કર્યો હતો. આ વીડિયો આખા રાજ્યમાં વહેતો થયો હતો. જેને લઇ ટ્રાફિક પોલીસે 24 કલાકમાં સીસીટીવી ફૂટેજને આધારે યુવાનની અટક કરી હતી.
નવસારી શહેરમાં કાલીયાવાડીથી ગ્રીડ રોડ પર મોપેડ ઝડપથી હંકારી અને ચાલુ મોપેડ ઉપર હાથ છોડી શીર્ષાસન કરનાર યુવાનના કરતબ પાછળ આવતી કારના ચાલકે પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા. જેને લઇ વીડિયો રાજ્યમાં વહેતો થયો હતો. જેથી ટ્રાફિક પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ જોયા અને મોપેડ (નં. GJ-21-BS-8759)ને આધારે આ યુવાનની ઓળખ થઈ
Decision news ને મળેલી માહિતી મુજબ તેમનું નામ રવિશંકર ગુપ્તા (રહે. જનકપુરી સોસાયટી, રામેશ્વરપાર્ક, કબીલપોર, મૂળ રહે. યુપી) અને દૂધ ડિલિવરી કરવાનો વ્યવસાય કરતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે સ્ટંટ કરનાર રવિ ગુપ્તાની તેના ઘરે જઈ અટક કરી હતી. નવસારી સહિત રાજ્યના સોશિયલ મીડિયા ઉપર પોલીસને ચેલેન્જ કરનાર સ્ટંટબાજ એક દૂધવાળો નીકળ્યો હતો.

