ખેરગામ: આજરોજ ખેરગામ તાલુકાનાં પાણીખડક ગામમાં આવેલ સંસ્કાર વિદ્યામંદિર શાળાની સામે આવેલ દુકાનો અને ઈંટના ભઠ્ઠાની કાયદેસરતા ચકાસવા મામલતદાર ખેરગામને લેખિતમાં રાજુવાત કરી તપાસ માંગણી કરી હોવાનું સામે આવ્યું છે.

Decision News ને મળેલી માહિતી મુજબ આછવણી ગ્રામપંચાયત છેલ્લા કેટલાંક સમયથી વિવાદોના વંટોળમાં સતત ફસાયેલી જોવા મળી રહી છે.ગ્રામપંચાયતના હદવિસ્તારમાં અનેક ગેરકાયદેસર ઇંટના ભઠ્ઠાઓ અને સરકારી મંજૂરી વગરની દુકાનો ધમધમી રહી હોવાની ગ્રામજનોના મુખે સતત ચર્ચાઓ ચાલી રહી છે તેમાં તાલુકાના એક અરજદારે પાણીખડક હાઈસ્કૂલની સામે આવેલ આછવણી હટી ફળીયામાં રહેતા સવિતાબેન તેમજ રાહુલ ચૌધરી તેમજ મેહુલ ચૌધરીના જમીન સર્વે નંબર 272 માં આવેલ દુકાનો અને ઈંટના ભઠ્ઠાઓની કાયદેસર માન્યતા પ્રાપ્ત છે કે તેની ખરાઈ કરવા વિવિધ મુદ્દાઓ સાથેની માહિતી માંગતો પત્ર મામલતદાર ખેરગામને લખી તપાસ અહેવાલની માંગણી કરી છે

આ પત્ર વધુ કાર્યવાહી અર્થે નવસારી કલેકટર,જિલ્લા વિકાસ અધિકારી તેમજ ખેરગામ તાલુકા વિકાસ અધિકારીને મોકલેલ હતો અને જો બિલ્ડીંગ ગેરકાયદેસર જણાય તો વર્ષોથી ગેરકાયદેસર પ્રવૃતિઓ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવા ખેરગામ મામલતદાર સમક્ષ માંગ કરી છે. આ બાબતે અરજદાર પાસેથી મળતી માહિતી મુજબ મામલતદાર કચેરી માંથી તપાસનો દોર શરુ કરવામાં આવ્યો છે.