ધરમપુર: ધરમપુરનાં અંતરીયાળ વિસ્તારનાં ગામોમાં ફરી થયેલા વરસાદથી પશુઓ માટે ઢાંકી રાખેલો ઘાસચારો ભીનો થતા નુકશાન થયું છે. પૂર્વ પટ્ટીનાં ગામ ગડીનાં હરિલાલ રાજીરામભાઇ ચૌધરીએ જમાવ્યું હતું કે, ગતરોજ બપોરે આશરે અઢી કલાકથી વરસી રહેલા ભારે વરસાદને લઈ ડાંગર, નાગલીની ખેતી માટે જમીન તૈયાર કરવા કચરો બાળી કરવામાં આવતું આદર વરસાદના કારણે બાકી રહી ગયું છે.
Decision news ને મળેલી માહિતી મુજબ ગડી, વણખાસ,પીપલપાડા, બિલ્ધામાં પણ વરસાદ પડી રહ્યો છે.તુતરખેડનાં અગ્રણી દયારામ ભોયાએ પણ કહ્યું હતું કે, ડાંગરની ખેતી માટે જમીનમાં કચરો બાળી આદર કરવામાં આવતું હોય છે. જેથી વાવણી પછી તૈયાર થતા રોપા સારા અને રોગ વિનાના થતા હોવાની સાથે ઘાસચારો વધારે નીકળતો નથી.
આશરે એક મહિના પછી શરૂ થનારી ચોમાસાનાં સિઝન પહેલા હાલે થઈ રહેલા વરસાદથી વાવણીમાં ખેડૂતોને તકલીફ પડી શકે એમ છે. વધુમાં તેમણે કહ્યું હતું કે તાજેતરમાં વરસાદથી ભીનો થયેલો ઘાસચારો સુકવે અને ફરી વરસાદ આવી જતા ભીનો થયો છે. ખેતરોમાં પાણી ભરાયા છે.

